12 મા માળેથી પડી 3 વર્ષની નાની બાળકી, ભગવાન બનીને આ વ્યક્તિએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો…

12 મા માળેથી પડી 3 વર્ષની નાની બાળકી, ભગવાન બનીને આ વ્યક્તિએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો…

બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેઓ ઘણી વખત રમતા રમતા પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે નાના બાળકોની ખૂબ જ કાળજી રાખવી પડશે. થોડી જ ભૂલ માં બાળકનું મોત પણ થઈ શકે છે. આવી જ એક ઘટના બની છે. અહીં એક બાળકી રમતા રમતા 12મા માળેથી નીચે પડી હતી. જો કે, છોકરીની કિસ્મત સારી હતી. નીચે એક ડિલિવરી બોય ઉભો હતો. તેને કેચ કરી લીધી.

હાલમાં એક ડિલિવરી બોય તેની સમજદારી અને બહાદુરીને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થઇ ગયો છે. આ વીડિયોમાં ત્રણ વર્ષની બાળકી 12 મા માળની બાલ્કનીમાંથી લટકતી હતી. થોડી વાર વિંડો પર લટકાવ્યા પછી, તેણીની પકડ મુકાય જાય છે અને નીચે પડી જાય છે.

જો કે, તે જ સમયે એક ડિલિવરી છોકરો તેની ડિલિવરી આપવા માટે કારની પાસે ઉભો હતો. 30 વર્ષીય ડિલીવરી બોયને બિલ્ડીંગ ઉપર બાળકના રડવાનો અવાજ અને મહિલાનો બૂમો પાડતો અવાજ સાંભળ્યો હતો. ખરેખર, આ અવાજો એક બાળકીનો વીડિયો બનાવતી સ્ત્રીના હતા. તે બિલ્ડિંગની સામેની બીજી બિલ્ડિંગમાં વીડિયો બનાવતી હતી. તે ચીસો પાડીને બાળકીને અંદર જવાનું પણ કહી રહી હતી.

જો કે, છોકરીની પકડ મુકાય જાય છે અને તે નીચે પડવા લાગે છે. તે જ સમયે ડિલિવરી બોય છોકરીને પકડવાનો પ્રયત્ન કરે છે. આ માટે, તે ત્યાં મૂકેલું જનરેટરની છત પર ચઢી જાય છે. જો કે, છોકરીને પડતો જોઈને સ્તબ્ધ થઈ છે. પરંતુ બાળકી જેવી જ નીચે પડે છે, તે કૂદકો મારીને તેને ખોળામાં કેચ કરી લે છે.

આ રીતે તે બાળકીનો જીવ બચાવવામાં સફળ રહ્યો. જો કે, યોગ્ય સમયે બાળકીને પકડી શક્યો ન હોત તો તેનું મોત નિશ્ચિત હતું. બાળકીને થોડીક ઇજાઓ થઈ છે. તેના હાથ-પગમાં ફ્રેક્ચર થયું છે. તે જ સમયે ડિલિવરી બોય નો પગ પણ મચકોડાઈ ગયો છે. પરંતુ, તે સ્વસ્થ છે.

આ આખી ઘટના બિલ્ડીંગના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વિડિઓ જોયો છે, તે ડિલિવરી બોયની ખુબ જ પ્રશંસા કરે છે.

admin