સામુદ્રિક શાસ્ત્ર મુજબ આંખોના ફરકવાનું હોય છે વિશેષ મહત્વ, આંખ ફરકવાનું હોય છે આ ખાસ કારણ

સામુદ્રિક શાસ્ત્ર મુજબ આંખોના ફરકવાનું હોય છે વિશેષ મહત્વ, આંખ ફરકવાનું હોય છે આ ખાસ કારણ

આપણે ઘણીવાર લોકો પાસેથી સાંભળ્યું હશે કે મારી આંખ ફરકી રહી છે. જો કોઈને આંખ ફરકી રહી હોય તો તેને શુભ-અશુભ સાથે જોડીને જોવામાં આવે છે. લોકો માને છે કે આંખો ફરકવાનું મતલબ હોય છે કે આવનારી ઘટના વિશે સુચિત થવું. સામુદ્રિક શાસ્ત્ર મુજબ મહિલા અને પુરુષો બંનેમાં અલગ-અલગ આંખ ફરકવાનો અલગ અર્થ થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણી આંખનું ફરકવું પુરુષો માટે શુભ માનવામાં આવે છે, જ્યારે ડાબી આંખનું ફરકવું મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે.

જમણી આંખનું ફરકવું

સામુદ્રિક શાસ્ત્ર મુજબ જો કોઈ પુરુષની જમણી આંખ ફરકે છે તો તેના માટે શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેની દરેક ઈચ્છાઓ પુરી થાય છે. સાથોસાથ તેને પ્રમોશન તથા ધનલાભ મળે છે. પરંતુ જો કોઇ મહિલાને જમણી આંખ ફરકે છે તો તેના માટે તે અશુભ માનવામાં હોય છે આ એક અશુભ સંકેત છે તે મહિલાના કામ બગડી શકે છે.

ડાબી આંખનું ફરકવું

ડાબી આંખનું ફરકવું મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય  કે ડાબી આંખ ફરકવાનો મતલબ મહિલાઓને સોના ચાંદીના ઘરેણા મળવાના છે. વળી પુરુષોની ડાબી આંખ ફરકે છે, તો તેને નુકસાન થવાનું હોય છે. તેમનો કોઇ શત્રુ તમને તકલીફ પહોંચાડી શકે છે.

તે સિવાય અન્ય કારણો પણ હોય છે જેના કારણે આંખો ફરકતી હોય છે ચાલો તેના વિશે પણ જાણીએ.

આંખોની સમસ્યા

આંખોમાં સ્નાયુઓ સાથે સંબંધિત સમસ્યા થવા પર આંખ ફરકી શકે છે. જો લાંબા સમયથી તમારી આંખ ફરકી રહી છે, તો એક વખત આંખની તપાસ કરાવી લેવી જોઈએ. બની શકે છે કે તમને ચશ્માના નંબર આવેલા હોય અથવા તો ચશ્માના નંબર બદલી ગયા હોય.

તણાવ

તણાવને લીધે પણ આંખ ફરકી શકે છે. ખાસ કરીને જ્યારે તણાવને લીધે તમે શાંતિથી ઊંઘ લઈ શકતા નથી અને તમારી ઊંઘ પુરી થતી નથી, ત્યારે આંખ ફરકવાની સમસ્યા આવી શકે છે.

થાક

વધારે થાક લીધે પણ આંખોમાં સમસ્યા થાય છે. તે સિવાય આંખમાં થાક અથવા કોમ્પ્યુટર, લેપટોપ પર વધારે ઉપયોગ કરવાથી પણ આવી સમસ્યા ઊભી થઈ શકે છે. તેના માટે આંખોને આરામ આપવાની જરૂરિયાત છે.

શુષ્કતા

આંખોમાં શુષ્કતા હોવાથી પણ આંખ ફરકવાની સમસ્યા થતી હોય છે. તે સિવાય આંખોમાં એલર્જી પાણી આવવું ખંજવાળ વગેરેની સમસ્યા થવાથી પણ આવું થઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *