જેટલી તમારી એક વર્ષની આવક હોય તેનાથી વધારે તો એક મહિનાનું વીજળીનું બિલ આવે છે આ બોલીવુડ સ્ટાર્સ નું, જાણો કેટલું આવે છે તેમનું બિલ..

બોલિવૂડ કલાકારો વિશેની દરેક વસ્તુ નિરાળી હોય છે. તેમની દરેક વસ્તુ સમાન્ય માણસથી તેમને અલગ બનાવે છે. તેમનું જીવન સામાન્ય માણસની સરખામણીમાં વીઆઇપી કેટેગરીમાં આવે છે. જો કે તમે બધા બોલિવૂડના કલાકારો અને તેમની અંગત જીંદગી વિશે ઘણું જાણતા હશો. પરંતુ શું તમે તેમની નાની નાની વાતો પણ જાણો છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાઈમલાઇટમાં રહેતા કલાકારોના અંગત જીવનમાં શું થાય છે? શું તેઓ તમારી જેમ દર મહિને વીજળી બીલ ચૂકવે છે? તો અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો આ લેખમાં આપવાના છીએ.
જો કોઈ તમને પૂછે કે તમારા ઘરનું લાઈટ બિલ કેટલું આવે છે? તો કદાચ તમારો જવાબ ફક્ત 5 હજાર સુધીનો હશે. પરંતુ આ કલાકારો હજાર રૂપિયામાં વીજળી બિલ ચૂકવતા નથી, પરંતુ લાખો રૂપિયાના બિલ ચૂકવે છે. હા, બોલીવુડના કલાકારોના મહિનાનું એટલું વીજળીનું બિલ ચુકવે છે જેટલું એક સામાન્ય માણસ એક વર્ષમાં પણ ચૂકવતો નથી. આજે અમે તમને બોલિવૂડના કેટલાક પસંદ કરેલા કલાકારના ઘરના વીજળી બિલ વિશે જણાવીશું. તે જાણ્યા પછી કદાચ તમે વિશ્વાસ કરી શકશો નહીં.
સૈફ અલી ખાન
બોલીવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાને પણ પોતાની જીવનશૈલીથી લોકોના દિલ અલગ રીતે જીતી લીધા છે. સૈફ અલી ખાન તેની જીવનશૈલી પર કોઈ સમાધાન કરતો નથી. સૈફ અલી ખાનના ઘરનું વીજળી બિલ 30 લાખ રૂપિયા આવે છે. જે તે દર મહિને સમય સમય પર ચૂકવે છે.
દીપિકા પાદુકોણ
બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણે બોલીવુડમાં અલગ ઓળખ બનાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પાદુકોણના ઘરનું વીજળી બિલ દર મહિને 13 લાખ રૂપિયા આવે છે.
સલમાન ખાન
બોલીવુડના દબંગ તરીકે જાણીતા સલમાન ખાન મુંબઇના ગ્લેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. અહીં તેઓ એક જ ફ્લેટમાં રહે છે, પરંતુ દર મહિને તેઓ વીજળીનું બિલ રૂ. 23 લાખ ચૂકવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન કોઈ પણ વિલંબ કર્યા વિના તેના ઘરનું વીજળી બિલ ચુકવે છે.
શાહરૂખ ખાન
બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ કોઈ અભિનેતાથી પાછળ નથી. હા, શાહરૂખ ખાનના ઘર મન્નત નું સર મહિને 43 લાખ રૂપિયા વીજળી બિલ આવે છે. આટલું જ નહીં શાહરૂખ ખાન બિલ ભરવામાં કદી પીછે હટ કરતો નથી. શાહરૂખ સાથે તેનો આખો પરિવાર રહે છે. શાહરૂખની જીવનશૈલી કોઈ મહારાજા કરતા ઓછી નથી.
અમિતાભ બચ્ચન
સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો બંગલો જલસા જોરદાર છે. અમિતાભ બચ્ચન તેના સંપૂર્ણ પરિવાર સાથે આ બંગલામાં રહે છે. અમિતાભ બચ્ચન 22 લાખ રૂપિયાનું માસિક વીજળી બિલ ચૂકવે છે.