માત્ર 1 પાણીપુરી ખાવાના બદલામાં મળશે 500 રૂપિયા, બસ પુરી કરવાની રહેશે આ નાની શરત

સોશિયલ મીડિયા પર તમને હાલના દિવસોમાં ઘણા પ્રકારના ફુડ વિડીયો જરૂરથી જોવા મળશે. અમુક લોકો જ્યાં ફુડ બ્લોગર બનીને મશહુર થઈ રહ્યા છે, તો વળી ઘણા લોકો ટેસ્ટી ફુડ આઈટમને લોકોની સામે લાવે છે. ઘણા પ્રકારના અનોખા ફુડ ચેલેન્જ પણ વાયરલ થઇ રહ્યા છે.
હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર એક અનોખી ફુડ ચેલેન્જ વાયરલ થઇ રહી છે. તેને એક પાણીપુરીવાળા શરૂ કરેલ છે. તેમાં લોકોને એક મોટી પાણીપુરી એક ઝાટકે ખાઈ જવાની હોય છે. જો તમે આ ચેલેન્જ પુરી કરી શકો છો તો તમને તરત જ 500 રૂપિયા ઇનામ મળશે.
આ ફુડ ચેલેન્જ આગરા-ફિરોઝાબાદ હાઈવેની નીચે ઊભા રહેતા એક પાણીપુરી વાળા શરૂ કરેલ છે. આ ચેલેન્જમાં પાણીપુરી વાળો લોકોને પોતે બનાવેલી એક મોટી પાણીપુરી ખાવા માટે કહી રહેલ છે. આ પાણીપુરી ખુબ જ મોટી છે. તેમાં બાફેલા બટાટા, ચણા અને પાણી ઉમેરવામાં આવે છે. જો તમને મીઠી વસ્તુ પસંદ છે તો તેમાં મીઠી ચટણી પણ આપવામાં આવે છે. બસ 500 રૂપિયા જીતવા માટે તમારે માત્ર એક જ કામ કરવાનું રહેશે. આ શરતને પુરી કરતાની સાથે જ તમને તરત જ 500 રૂપિયા મળી જશે.
દુકાનદાર ચેલેન્જ લેવા પર તમને એક મોટી પુરી ખાવા માટે આપશે. હવે તમને જણાવીએ કે આ શરત વિશે જેમાં તમારે શું કરવાનું રહેશે. શરત એવી છે કે તમારે પાણીપુરી ને એક જ વખતમાં મોઢામાં મુકવાની છે. જો તેને ખાતા સમયે તમારા મોઢામાંથી એક પણ ટીપું પાણીનું બહાર આવે છે તો તમે હારી જશો. 500 રૂપિયાની ચેલેન્જ માટે ખવડાવવામાં આવી રહેલ આ પાણીપુરીની ચેલેન્જ ને હારી ગયા બાદ તમારે એક પાણીપુરીનાં 100 રૂપિયા ચુકવવાના રહેશે.
આ દુકાનદાર પાસે ચેલેન્જ લેવા માટે લોકો દુર-દુરથી આવે છે. બધા લોકો આ ચેલેન્જ પુરી કરવાનો જોશ તો જરૂરથી બતાવે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સફળ બની શક્યું નથી. આ ચેલેન્જ ને હજુ સુધી કોઈએ પુરી કરેલ નથી, પરંતુ કોશિશ કરવા વાળા લોકો ઘણા છે. ઘણા લોકો આવે છે અને 500 રૂપિયાની લાલચમાં પાણીપુરી ખાય છે. જોકે તેને મોઢામાં અડધી પણ કોઈ ભરી શકતું નથી. હારી જતાની સાથે જ પાણીપુરી વાળાને એક પાણીપુરીના 100 રૂપિયા મળી જાય છે.