પૃથ્વી પર આજે પણ જીવિત છે હનુમાનજી, આ જગ્યાએ છે હનુમાનજીનાં જીવિત હોવાના છે પુરાવાઓ..

હિન્દુ ધર્મમાં માન્યતા છે કે હનુમાનજી હજુ પણ આ દુનિયામાં હાજર છે. આજે પણ આપણા હિન્દુઓમાં આસ્થા છે કે આ પૃથ્વી પર ભગવાન હનુમાન જીવીત સ્વરૂપમાં છે. કારણ એ છે કે હનુમાનજી એક એવા દેવતા છે, જેમને અમરત્વનું વરદાન મળેલું પ્રાપ્ત થયું હતું. કદાચ એટલા માટે જ હનુમાનજીને કળિયુગના ભગવાન પણ કહેવામાં આવે છે. એવા ઘણા અવસર આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાન જીવીત છે. સમય સમય પર એવા સમાચાર પણ આવતા રહે છે.
હનુમાનજીને મળ્યું છે અમરત્વનું વરદાન
હકીકતમાં રામાયણના મુખ્ય પાત્ર અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી વિષે આખી દુનિયા જાણે છે. એટલું જ નહીં ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી વિશે તો એવું પણ કહેવામાં આવે છે કે આ સૃષ્ટિમાં આવા ભક્ત ફરીથી ક્યારે થઈ શકે નહીં. પરંતુ આ વખતે ફરીથી હનુમાનજીના પૃથ્વી પર હોવાની સાબિતી સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાલના સમયમાં એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં હનુમાનજી હાલના સમયમાં પૃથ્વી પર હોવાની સાબિતી મળે છે.
હનુમાનજી જીવિત હોવાની મળી સાબિતી
હિન્દુઓમાં ભગવાન હનુમાનજી જીવીત હોવાની ઘણી માન્યતાઓ અને આસ્થાઓ પ્રચલિત છે. આજ સુધી જેટલા પણ ગ્રંથ અને પુરાણો લખવામાં આવેલ છે, તેમાં કોઈ પણ જગ્યાએ હનુમાનજીનાં શરીર ત્યાગ કરવાની વાતનો ઉલ્લેખ મળતો નથી. તેનાથી વિરુદ્ધ બધી જગ્યાએ એવું જોવા અને સાંભળવા મળે છે કે આ કળિયુગમાં મનુષ્યની રક્ષા માટે ફક્ત હનુમાનજી આ પૃથ્વી પર જીવિત છે. જેમને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે.
આ વાયરલ થયેલા વિડિયોમાં જણાવવામાં આવે છે કે હનુમાનજી હજુ પણ હિમાલયના અમુક ખાસ સ્થાનમાં વિરાજમાન છે. આ વિડીયો અનુસાર ઘણા લોકોએ દાવો કર્યો છે કે હિમાલય પર ભગવાન હનુમાનજી ની હાજરી હોવાના ઘણા નિશાન અને પુરાવા મળ્યા છે.
સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે વીડિયો
વીડિયોમાં એવું પણ જણાવવામાં આવે છે કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી વિસ્તારની પાસે હનુમાનજી સાથે જોડાયેલ એક પુસ્તક છે, જેમાં હનુમાનજીના જીવિત હોવાનું રહસ્ય રહેલું છે. સાથોસાથ આ આદિવાસી વસ્તી દુનિયાની ઝાકઝમાળ થી દુર રહે છે અને માનવામાં આવે છે કે દર 41 વર્ષે આ આદિવાસી લોકો હનુમાનજીની પુજા કરે છે અને હનુમાનજી 41 વર્ષ પર તેમને આવીને દર્શન આપે છે.
જુઓ વિડિયો
શ્રીલંકામાં 41માં વર્ષમાં એક વખત દેખાય છે હનુમાનજી
જો તમે આ વીડિયોને ધ્યાનપુર્વક જોશો તો તમને જાણવા મળશે કે આ વીડિયોમાં હનુમાનજીના જીવિત હોવાના ઘણા પુરાવા જોવા મળી આવે છે. કદાચ એ જ કારણ છે કે આ વિડીયો હાલના સમયે સોશિયલ મીડિયા પર ખુબ જ જોવામાં આવી રહ્યો છે.
જોકે આ વિડીયોની સત્યતાની પુષ્ટિ એટલા માટે પણ કરી શકાય નહીં, કારણ કે સમય સમય પર આવા ઘણા વિડીયો સામે આવતા રહે છે જેમાં હનુમાનજી જીવિત હોવાનો દાવો કરવામાં આવે છે. આ સાથે હકીકત શું છે તે આવનારો સમય જણાવશે.