શું તમે પણ પીવો છો પ્લાસ્ટિક ની બોટલથી પાણી તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ બીમારી..

શું તમે પણ પીવો છો પ્લાસ્ટિક ની બોટલથી પાણી તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ બીમારી..

સામાન્ય રીતે દરેક વ્યક્તિ ગરમીથી બચવા માટે વધારે પાણી પીવે છે. જ્યારે પણ લોકો ઘરની બહાર નીકળે છે, ત્યારે તેઓ પાણી માટે તેમની સાથે પ્લાસ્ટિકની બોટલ પણ લઇ જાય છે. અથવા તો કેટલાક લોકો બજારમાં મળતી પ્લાસ્ટિકની પાણીની બોટલ ખરીદે છે. ત્યાર બાદ પીવે છે. કેટલીક વાર લોકો ઘરમાં હોવા છતાં પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે.

આપણા ઘરોમાં સામાન્ય રીતે ફ્રિજમાં પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલોમાં જ સંગ્રહિત કરે છે. કેટલાક લોકો કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી બોટલને ઘરે લઈ જાય છે. જેથી તેઓ તેમાં પીવાના પાણીથી ભરી શકે. પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તમને જણાવી દઈએ કે, આ બોટલ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ પછી બનાવવામાં આવે છે. જેમાં રિસાયક્લિંગની પ્રક્રિયા પણ હોય છે. આઉપરાંત, આ બોટલ તાપમાન સંવેદનશીલ પણ છે. જેના કારણે જો તેનો ઉપયોગ પાણી પીવા અથવા પાણી સંગ્રહ કરવા માટે કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પોહચાડી શકે છે.

પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે ઘણા જુદા જુદા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ હાનિકારક છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેઓ બીપીએ ફ્રી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. આ હોવા છતાં, તેમાં ઘણા પ્રકારનાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે આ બોટલ પાણીથી જોડાય છે અને ઘણા દિવસો સુધી તેમાં પાણીનો સંગ્રહ થાય છે. ત્યારે તેમાં વપરાતું કેમિકલ પાણીમાં ભળતું જાય છે. જ્યારે આપણે આ પાણી પીએ છીએ, ત્યારે તે આપણા શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને અસર કરે છે. જેની અસર આપણા શરીરના હોર્મોન્સને થાય છે.

કેટલાક સંશોધન પછી ખબર પડી છે કે, રોજ 8 પ્રકારના પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે. જેમાં 74 ટકા ઉત્પાદનો તમામ દાવા કર્યા હોવા છતાં નુકસાનકારક હોવાનું જણાયું છે. એટલે કે, તેમાં નુકસાનકારક તત્વો જોવા મળે છે. આપણા દેશમાં લોકોમાં જાગૃતિના અભાવને કારણે તેનો ઉપયોગ ઝડપથી અને મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. આ બોટલ ખૂબ જ નુકસાનકારક છે. આ ઉપરાંત, આ બોટલોને નાશ કરવા માટે એક ખાસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

આ ઉપરાંત, જો પ્લાસ્ટિકની બોટલ ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે, તો તે રિસાયકલ થતી નથી. આવી સ્થિતિમાં, આ પ્લાસ્ટિકની બોટલો જમીન પર સંગ્રહિત થાય છે. જેના લીધે, આ બોટલોથી પૃથ્વી પરના પ્રદૂષણમાં વધારો થાય છે. માટે, પ્લાસ્ટિકની બનેલી બોટલનો ઉપયોગ કરવાને બદલે, તમારે અન્ય કોઈ ધાતુની બનેલી બોટલનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની બદલે તમે સ્ટીલ અથવા તાંબાની બનેલી બોટલનો ઉપયોગ કરી શકો છો. તાજેતરના સમયમાં, વાંસની બોટલો પણ બજારમાં આવી રહી છે. જે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

ચાલો તમને જણાવી દઈએ જાણીએ કે, આ બોટલોમાં રાખેલું પાણી ઝેરી થઈ જાય છે. તેના લીધે સગર્ભા સ્ત્રીઓને આ બોટલનું પાણી ભૂલથી પણ આપશો નહીં. તેનાથી સગર્ભા સ્ત્રીઓ અથવા બાળકોના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *