બ્રેન ડેડ સુરતી ગર્લે આપ્યું પાંચ લોકોને નવું જીવન, તેનું સપનું હતું..

બ્રેન ડેડ સુરતી ગર્લે આપ્યું પાંચ લોકોને નવું જીવન, તેનું સપનું હતું..

સુરતના ગણદેવી તાલુકાના ધમડાછા ભુરાવાડીમાં રહેતી 20 વર્ષિય દિશા દેવાંગભાઇ નાયકે પોતાના જ ઘરે ફાંસી લગાવી લીધી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી. અહીં ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. દિશા ફિઝિયોથેરેપીનો કોર્સ કરી રહી હતી. તે ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી. બ્રેન ડેડ થયા બાદ તેના પરિવારજનોએ તેના અંગોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તેના અંગોથી પાંચ લોકોને નવું જીવન મળ્યું છે.

દિશાએ રાતે 11.30 વાગ્યે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી. તેને તાત્કાલિક ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેને સિડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર કરશન નંદાણીએ તેની સારવાર શરૂ કરી હતી. સિટી સ્કેનમાં જાણવા મળ્યું કે તેના મસ્તિષ્કમાં લોહી અને ઓક્સિજન પહોંચતા નથી જેના કારણે ત્યાં સોજો આવી ગયો છે. તમામ ડોક્ટરે નિરીક્ષણ કરીને તેને બ્રેનડેડ જાહેર કરી હતી.

સૌથી પહેલા દિશાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જે માટે ડોનેટ લાઇવની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. દિશાના ફૂઆ બંકિમ ભાઇ દેસાઇ, પિતા દેવાંગભાઇ અને માતા શિલ્પાબેન સાથે દિશાના અંગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડોક્ટર સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની-લીવરનું દાન સ્વીકાર્યું. તો લોકદ્રષ્ટિ ચક્ષુબૈંકની ટીમે દિશાની આંખોનો સ્વીકાર કર્યો. દાનમાં મળેલા આ અંગોને જરૂર પડ્યે જરૂરિયાતના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવશે.

પરિવારના લોકોએ જણાવ્યું કે અમને આ નિર્ણય લેવામાં થોડો સમય લગાવ્યો હતો. દિશાનું સપનું હતું ફિઝિયોથેરેપિસ્ટ બની સમાજની સેવા કરવા માગતી હતી. આથી અમે નિર્ણય લીધો કે તેના અંગોને જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે. પરિવાર તરફથી અંગદાનની સ્વીકૃતિ મળ્યા બાદ નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાનની જાણકારી આપી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *