ધનતેરસ પર ભૂલથી પણ ના ખરીદો આ વસ્તુઓ, નહીંતર થઇ શકો છો કંગાળ, જાણો શું ખરીદવું અને શું નહીં

હિંદુ પંચાંગ અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે પિત્તળ અથવા ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ હોય છે. ધનતેરસ વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન સમૃદ્ધિ વધારો થાય છે.
આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બર 2021 મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે. તમે મુહૂર્તના આધારે ધનતેરસ પર તમારા માટે ખરીદી કરો. આ દિવસે તમે ઘણી વસ્તુઓ ખરીદો છો, પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુ તમારા માટે શુભ છે અને કઈ અશુભ. ચાલો આજે તમને જણાવીએ કે શું ન ખરીદવું. જો તમે ધનતેરસના દિવસે ભૂલીને પણ આ વસ્તુઓ ખરીદશો તો ઘરમાંથી તમામ સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય અને વૈભવ ખતમ થઈ જશે અને ઘરમાં ગરીબી અને કંગાળી આવશે.
ધનતેરસ પર પૂજા નું શુભ મુહર્ત
ધનતેરસ તિથિ : 2 નવેમ્બર 2021, મંગળવાર
ધનતેરસ મુહૂર્ત
પ્રદોષ કાલ આરંભ: સાંજે 5:37 થી 8:11 વાગ્યા સુધી
વૃષભ કાલ આરંભ: સાંજે 6.18 થી 8.14 વાગ્યા સુધી
પૂજાનો શુભ સમય: સાંજે 6:18 વાગ્યાથી રાત્રે 8.11 વાગ્યા સુધી
આ વસ્તુને ભૂલથી પણ ના ખરીદો
તમારે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી ન જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારા ઘરમાં દરિદ્રતા નો વાસ થાય છે. ચાલો જાણીએ કઇ એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ખરીદવું જોઈએ નહિ.
એલ્યુમિનિયમ અને સ્ટીલ
ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે એલ્યુમિનિયમ છે કે સ્ટીલની વસ્તુઓ તો નથી ને. એવું માનવામાં આવે છે કે સ્ટીલ અથવા એલ્યુમિનિયમ અથવા અન્ય કોઈ વસ્તુથી બનેલા વાસણો ખરીદવાથી ઘરની લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ગરીબીનો વાસ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એલ્યુમિનિયમ પર રાહુનો પ્રભાવ છે, તેથી તે અશુભનું સૂચક માનવામાં આવે છે.
લોખંડ ન ખરીદો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોખંડને શનિનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ શુભ દિવસે લોખંડની વસ્તુઓ ઘરે લાવવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જો તમે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ઘરમાં લાવો છો તો ઘરમાં અશુભતા નો પ્રવેશ થાય છે.
પ્લાસ્ટિક બનાવે છે ધન ને અસ્થાયી
જ્યોતિષીઓ અનુસાર પ્લાસ્ટિક પૈસાને અસ્થાયી બનાવે છે. તેથી ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. જો તમે ધનતેરસના દિવસે ઘરમાં પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ લાવો છો તો તેનાથી ધનની સ્થિરતા અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
કાંચનો સીધો સબંધ રાહુ સાથે
કાચનો સીધો સંબંધ રાહુ સાથે છે ધનતેરસના શુભ અવસર પર કાચની વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કાચનો સીધો સંબંધ રાહુ સાથે છે. અને જો રાહુ ઘરમાં પ્રવેશ કરે છે તો તે ઘરમાં ગરીબી લાવે છે. એટલા માટે તમારે ધનતેરસ પર કાચની વસ્તુઓ ઘરે ન લાવવી જોઈએ.
ચિનાઈ માટી થી બનેલી વસ્તુ
ધનતેરસના દિવસે ચિનાઈ માટીની કે બૉનચાઈનાથી બનેલી ચીજવસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે ચિનાઈથી બનેલી વસ્તુઓ ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે. ચિનાઈની વસ્તુઓ લાંબા સમય સુધી સુરક્ષિત અને સ્થિર હોતી નથી અને તે ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઉભો કરે છે.
લક્ષ્મી અને ગણેશની પ્રતિમા
ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે ધનતેરસ પર લક્ષ્મી ગણેશના ફોટા સાથેનો ચાંદીનો સોનાનો સિક્કો ખરીદો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ચાંદી અથવા પિત્તળના વાસણો
એવું માનવામાં આવે છે કે જો ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ ધન અને સમૃદ્ધિની વર્ષા માટે માનવામાં આવે છે. આ દિવસે જે વસ્તુઓ ખરીદવામાં આવે છે તે શુભ ફળ આપે છે. એટલું જ નહીં, દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ધનતેરસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. તમે ચાંદી અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો. આ વસ્તુઓને ખરીદવાથી તમારે આખા વર્ષ દરમિયાન પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં.
ધાણાના બીજ
ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત બની રહે છે. જો તમે પૂજામાં ધાણાનો ઉપયોગ કરો છો અને તેને તિજોરીમાં રાખો છો તો તે ખૂબ જ શુભ છે.