ગુજરાતની સૌથી પહેલી મોંઘીદાટ ઇલેક્ટ્રીક કાર કચ્છના રાજવી પરિવારમાં, ફીચર જાણી ઉડી જશે હોંશ..

આખા ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને ત્યારે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે. સરકાર પણ તેેને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપી રહી છે.
ત્યારે હવે આ બધા વચ્ચે ગુજરાતના કચ્છમાં મોંઘીદાટ ઇલેક્ટ્રિક મર્સિડીઝ બેન્ઝ જર્મનીથી લાવવામાં આવી છે. વિશ્વભરમાં પણ હવે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેવામાં હવે કરછના રાજવી પરિવાર દ્વારા આ કારની ખરીદી કરવામાં આવી છે.
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર્સ ઉપલબ્ધ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-400 ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેને જર્મનીમાં બનાવડાવીને ભારત ઇમ્પોર્ટ કરવામાં આવી છે. આ કારની પીકપ પાવર 785hpbhp છે. આ સિવાય પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે. જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારી છે. આ કાર થોડા દિવસો પહેલા ભુજ રણજિત વિલા પેલેસ પહોંચી હતી.
આ ઇલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.આ કાસ મર્સિડિઝની સૌપ્રથમ ફુલ્લી ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં સાત એરબેગ ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે.આ કારની ડ્રાઇવર સીટ હાઇટ અને બોડી પ્રમાણે ઓટોમેટિક એડજસ્ટ થાય છે.
મર્સિડિઝ બેન્ઝની આ આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આ કારમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ છે. આ ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચ સ્ક્રિન પણ છે.
આ કાર માટે ખાસ જર્મનીને ઓર્ડર કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આપ્યો હતો, જે અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને ડિલિવર કરવામાં આવી હતી.
હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા પ્રયત્નશીલ રહેતા હતા. આજના સમયમાં વાહનોને કારણે પ્રદૂષણ વધી રહ્યુ છે અને પર્યાવરણને ઘણુ નુકસાન થઇ રહ્યું છે, એટલા જ માટે તેમણે પોતાની હાજરીમાં પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો.