હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ચટપટી દહીં પાપડી ચાટ

ભાગ્યે જ કોઈ એવી હશે જેને દહી પાપડી ચાટ ભાવતી ન હોય. જો તમે સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરો છો, તો દહી પાપડી ચાટને અવગણી શકાય નહીં. જાણો સ્વાદિષ્ટ ચટપટી દહીં પાપડી ચાટ બનાવવાની રીત
સામગ્રી
- પાપડી બનાવવા માટે
- 1 કપ મેંદા નો લોટ
- 3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ તળવા માટે
- જરૂરિયાત મુજબ પાણી
ચાટ બનાવવા માટે
- 1 કપ તાજું દહીં
- 1 ચમચી કાળું મીઠું
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી મીઠી ચટણી
- 1 ચમચી કોથમીરની ચટણી
- 1 ચમચી દાડમ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી શેકેલા જીરું
- ચાટ મસાલા સ્વાદ મુજબ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ડુંગળી (કટીંગ કરેલી)
- ઉપ્પર નાખવા સેવ અને લીલા ધાણા
બનાવવાની રીત
- સૌથી પહેલા એક બાઉલમાં મેંદા નો લોટ લો અને તેમાં મીઠું, જીરું અને તેલ મિક્સ કરો.
- હવે થોડું પાણી ઉમેરી કણક(લોટ બાંધો) ભેળવો.
- તૈયાર કણક 20 મિનિટ સુધી રાખો.
- 20 મિનિટ પછી કણકના બોલ બનાવો અને તેની નાના પુરી બનાવો.
- ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં પાપડી તળી લો.
ચાટ માટે
- સૌથી પહેલા દહીંમાં મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરો.
- હવે તૈયાર કરેલી પાપડી તોડો. (તમે પાપડી આખી પણ રાખી શકો છો)
- હવે એક પ્લેટ પર દહીં અને પાપડી નાખો.
- તેમાં મીઠી ચટણી, કોથમીરની ચટણી, શેકેલી જીરું, દાડમ, લાલ મરચું પાવડર અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
- દહીં પાપડી ચાટ ઉપરથી સેવ નાંખીને પીરસી શકો છો.