સાબરકાંઠાના આ જવાન દેશની સેવા કરતા શહીદ થઇ ગયા, આજે તેમની નાની નાની ત્રણ પુત્રીઓ રડતા રડતા પપ્પાને અંતિમ વિદાય આપી

તાજેતરમાં પોલીસની પરીક્ષા આવી રહી છે અને તેની માટે ઘણા યુવકો તૈયારી પણ કરી રહ્યા છે, તેઓ પોલીસમાં જોડાઈને દેશની સેવા કરશે. આપણે બધા જ જાણીએ છીએ એવી રીતે દેશની સેવા કરવા માટે આપણી ભારતીય સેનાના જવાનો ચોવીસ કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે. આજ જવાન જયારે સેવા કરતા કરતા શહીદ થાય તો તેનું દુઃખ દેશના બધા જ લોકોને પણ થતું હોય છે.
હાલમાં એક એવા જ સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલા સિયાસણ ગામના BSF જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થયા છે. આ જવાનનું નામ જીતેંદ્રભાઈ મેણાત છે. જેઓ તેમની ફરજ પર હતા એ વખતે દેશની સેવા કરતા કરતા શહીદ થયા હતા. જે સમયે આ શહીદ જવાનના શહાદતના સમાચાર તેમના પરિવારને મળ્યા તો પરિવાર સહીત આખા ગામમાં પણ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
આ જવાન છેલ્લા 9 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને વર્ષ 2012 માં આ જવાન BSF માં જોડાયા હતા. તેઓ હાલમાં વેસ્ટ બંગાળમાં ફરજ બજાવતા હતા અને ફરજ વખતે દેશની સેવા કરતા કરતા તેઓ શહીદ થયા તો તેનું દુઃખ બધા જ લોકોને થયું હતું. આ જવાનના પાર્થિવ દેહને તેમના માદરે વતને ગઈ કાલે લવાયો હતો અને તેમને અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી.
આ શહીદ જવાનને માતા-પિતા, પત્ની અને ત્રણ પુત્રીઓ છે. આ જવાનને અંતિમ વિદાય આપવા માટે ગામના અને સમગ્ર પંથકના લોકો પણ ત્યાં ઉપસ્થિતિ રહ્યા હતા અને આ જવાનને ભીની આંખે ફૂલો વરસાવીને અંતિમ વિદાય આપી હતી. હવે આ શહીદ જવાનના પરિવારમાં કોઈ આશરો રહ્યો નથી કેમ કે તેમની ત્રણ દીકરીઓ પણ તેમના પપ્પાને યાદ કરીને રડે છે.