સાળંગપુર મંદિરમાં આવનારા દિવસોમાં 40 કરોડના ખર્ચે એક સાથે 4000 લોકો જમી શકે એવું ભોજનાલય બનાવવામાં આવશે, જેમાં હશે આટલી સુવિધાઓ..

આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે અને અહીંયા બધા જ મંદિરોમાં અત્યાર સુધી ઘણા ભક્તો દેવી-દેવતાઓના દર્શન માટે પણ જતા હોય છે. અહીંયા દર્શન કરવા ભક્તો અમુક વખતે રાત્રે પહોંચતા હોય છે અને તેમને રહેવાથી લઈને જમવા સુધીની બધી જ સુવિધાઓ મંદિર દ્વારા આપવામાં આવતી હોય છે. તેની સાથે જ એવી કેટલીય સુવિધાઓ આ મંદિરોમાં મળે છે. જેની વિશે જાણીને તમે પણ ખુશ થઇ જશો.
આજે આપણે એક એવા જ ઘામ વિષે વાત કરીએ, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બીજી કેટલીય સુવિધાઓ મળવા જઈ રહી છે. આ મંદિર એટલે બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ધામ કે જ્યાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. અહીંયા રોજના લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે, અને દાદાના આશીર્વાદ લે છે. કેમ કે ભક્તો માટે આ મંદિર ખુબ જ આસ્થાનું કેન્દ્ર છે.
હવે દાદાના આ મંદિરમાં હાઈટેક ભોજનાલય બનવા જઈ રહ્યું છે, આ ભોજનાલય માટે મોટી જમીન પણ રખાઈ છે, જે સાત વીઘા છે અને તેમાં આ હાઈટેક ભોજનાલય બનશે. આ ભોજનાલયને ઈન્ડો રોમન ડિઝાઇનથી બનાવવામાં આવશે. આ ભોજનાલયમાં એક સાથે 4000 ભક્તો દાદાનો પ્રસાદ લઇ શકશે. જેમાં રસોઈ બનાવવા માટે કોઈ અગ્નિ કે ગેસની જરૂર નહિ પડે.
આ ભોજનાલય બનાવવામાં અંદાજિત 40 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, અહીંયા પહેલાથી જ રહેવાની સુવિધા પણ છે અને રોજે રોજ કેટલાય ભક્તો અહીંયા આવીને રહે પણ છે અને દાદાના આશીર્વાદ પણ લે છે, અને તેમના જીવનમાં ધન્યતા પણ અનુભવે છે.