આવા આલીશાન ઘરમાં રહે છે કોમેડિયન કપિલ શર્મા…મોંઘી મોંઘી ગાડીઓ,કરોડોની સંપત્તિના પણ છે માલિક

આવા આલીશાન ઘરમાં રહે છે કોમેડિયન કપિલ શર્મા…મોંઘી મોંઘી ગાડીઓ,કરોડોની સંપત્તિના પણ છે માલિક

કોઈના ચહેરા પર ખુશી લાવવી ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે, પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા છે જે આ કામ સારી રીતે નિભાવી રહ્યા છે. જેમાંથી એક ખુબ જ પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા છે. કપિલ શર્માને ઘણા કોમેડિયન કિંગ પણ કહે છે. કપિલ શર્મા ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેણે આજે પોતાના દમ પર સારું એવું નામ બનાવ્યું છે. આને કારણે કપિલને આજે કોઈ ઓળખાણ ની જરૂર નથી. તેની કોમેડી દેશમાં જ નહીં વિદેશમાં પણ સારી પસંદ આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કપિલની જીવનશૈલી કેવી છે? તેમની પાસે કેટલી સંપત્તિ છે? ઘણા લોકો આ બધું જાણતા નહીં હોય, તેથી ચાલો અમે તમને કપિલ વિશે જે બધુ જ જાણવા જઈ રહ્યા છીએ.

કપિલ નો જન્મ 2 એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. કપિલ શર્મા પોતાના શો ધ કપિલ શર્મા શો દ્વારા દર્શકોને સારું એવું મનોરંજન પૂરું પાડે છે. પરંતુ તાજેતરમાં શો બંધ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની આગામી સીઝન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ શોના એક એપિસોડ માટે કપિલ નિર્માતાઓ પાસેથી ભારે રકમ લે છે.

કપિલની એક વર્ષની આવક લગભગ 9 મિલિયન ડોલર ની આસપાસ છે. અહેવલો અનુસાર, તેની સંપત્તિ આશરે 26 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. કપિલની કમાણીના ઘણાં સ્રોત છે સૌથી પહેલા કપિલ ધ કપિલ શર્મા શો થી, ત્યારબાદ ઘણાં મોંઘા બેન્ડ ના વિજ્ઞાપનથી ઘણું કમાય છે.

ટીવી શો, લાઇવ શો, જાહેરાતો સિવાય કપિલે આજ સુધીમાં બે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની પહેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરૂ’ છે અને બીજી ફિલ્મ ‘ફિરંગી’ છે. જાણકારી મુજબ, કપિલ શોના એક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા લે છે. બે વર્ષ પહેલા તે 60-80 લાખ રૂપિયા લેતો હતો.

જાણકારી અનુસાર, તેના બાકીના સાથી ખેલાડીઓને શોના એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. પરંતુ કપિલે આ વર્ષથી તેની ફીમાં વધારો કર્યો છે. તે જ સમયે, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, કપિલ સોલો સ્ટેજ પરફોર્મન્સ માટે લગભગ 75 લાખ રૂપિયા લે છે. આ ઉપરાંત, તેઓ ઘણા બધા એવોર્ડ શો હોસ્ટ કરીને સારા એવા પૈસા કમાય છે.

તેની પાસે 2018 માં 300 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. હાલમાં તે મુંબઇમાં એક લક્ઝુરિયસ ઘરમાં રહે છે. આ ઉપરાંત કપિલનું પંજાબમાં પણ એક આલિશાન ઘર છે. જેની કિંમત 25 કરોડ છે. આ સિવાય તેની પાસે ઘણા ફ્લેટ પણ છે. જેની કિંમત 15 કરોડ રૂપિયા છે.

આ સાથે કપિલ પાસે ઘણી મોંઘી કાર પણ છે. વર્ષ 2013 માં કપિલ પાસે રેંજ રોવર ઇવોક એસડી 4 કાર હતી. જ્યારે હવે કપિલ પાસે ઘણી ખર્ચાળ અને લક્ઝરી એસયુવી કાર છે. તેમની કિંમત આશરે 50 થી 65 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોંઘી કાર ઉપરાંત કપિલ પાસે એક લક્ઝુરિયસ વેનિટી વાન પણ છે. જેની તેણે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. આ તસવીર શેર કરતા કપિલે લખ્યું કે, આ મારી નવી વેનિટી વાન છે. ડીસી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ વેન ઉદ્યોગની સૌથી મોંઘી વેનિટી વાન ગણાય છે. જેની કિંમત અંદાજિત 5.5 કરોડ રૂપિયા છે.

admin