ઘરે જ બનાવો નાળિયેર ની સ્વાદિષ્ટ ચટણી, એક વાર ખાશો તો ખાતા રહી જશો

દક્ષિણ ભારતીય ખોરાક માં ડોસા, ઇડલી, ઉત્તપમ સાથે નાળિયેરની ચટણી ખાવાનું ખુબ જ પસંદ કરે છે. જાણી લો નાળિયેરની ચટણી બનાવવાની સરળ રીત.
સામગ્રી
- અડધો કપ નાળિયેરના ટુકડા
- અડધો કપ મગફળી
- એક થી બે લીલા મરચા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ધાણા કટિંગ કરેલા
- સરસવ અથવા રાઈ અડધી ચમચી
- સુકા આખા લાલ મરચાં
- કરીના પાન 4 થી 6
- તળવા માટે ઘી
બનાવવાની રીત
- એક કડાઈમાં અડધી ચમચી ઘી ગરમ કરો.
- ઘી ગરમ થાય પછી તેમાં મગફળી નાખો અને 6 થી 7 મિનિટ તળવા દો અને ત્યાર પછી ગેસ બંધ કરો.
- હવે શેકેલા મગફળી, કોથમીર, લીલા મરચાં, નાળિયેરનાં ટુકડા અને પાણીને મિક્સરમાં બરાબર પીસી લો.
- બાઉલમાં ચટણી કાઢીને તેમાં મીઠું નાખો.
- મધ્યમ તાપ પર તપેલીમાં ઘી ગરમ કરો.
- ઘી ગરમ થાય એટલે તેમાં સરસવ અથવા રાઈ નાંખો.
- સરસવના દાણા તૂટતાની સાથે જ આખા લાલ મરચું, કરીના પાન નાખો. અને અને થોડી વાર માટે ફ્રાય કરો.
- હવે પકવા માટે નાળિયેર – મગફળીની પેસ્ટ નાંખો.
- તૈયાર છે તમારી નાળિયેરની ચટણી.