પહાડ વચ્ચે બનેલી આ ખાસ હોટલ સુધી પહોંચવા માટે ચઢવા પડે છે 60 હજાર પગથિયાં, છતાં પણ હંમેશા ફુલ રહે છે હોટલ, જાણો તેની વિશેષતા

દુનિયામાં ઘણી એવી હોટલો છે. જે પોતાની જુદી જુદી ખાસિયતો માટે જાણીતી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ફરવા માટે જાય છે. ત્યારે તે હોટલની પસંદગી તેના પોતાના પ્રમાણે કરે છે. જેથી તેને દરેક સુવિધા મળી રહે. પરંતુ આજે અમે તમને એક એવી હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં લોકોને જવા માટે શક્તિ હોવી જરૂરી છે.
કારણ કે આ હોટેલ સુધી પહોંચવા માટે લોકોને 60 હજાર સીડીની મુસાફરી કરવી પડશે. હવે તમને મનમાં એક સવાલ આવતો હશે કે આટલી ઉંચાઈએ કોણ જાય. પરંતુ અહીં એક વિશેષતાને કારણે લોકો અહીં જવાનું પસંદ કરે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ ચીનમાં આવેલી ઝેડ સ્ક્રીન હોટલની.
જ્યાં જવા માટે તમારે હજારો સીડીઓની મુસાફરી કરવી પડશે એટલું જ નહીં, જો કોઈ ચઢવા માટે અસમર્થ છે, તો તેને કૂલી ખુરશી પર બેસાડીને લઈ જાય છે. સાથે સાથે ફરવા લોકો માટે કેબલ કાર પણ ઉપલબ્ધ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફોર સ્ટાર ઝેડ સ્ક્રીન હોટલ પર્વતો પર 1830 મીટરનીઉચાઇએ બનાવવામાં આવી છે.
હોટલ પર પહોંચતાની સાથે જ તમને હંગશન માઉન્ટેન રેન્જનો સુંદર અને કુદરતી નજારો જોવા મળશે. આ ઉપરાંત આટલી ઉંચાઈને લોકોને સ્પા સ્વિમિંગ પૂલ જેવી તમામ સુવિધા મળે છે. આ દુનિયાની એક માત્ર હોટેલ છે. જ્યાં તમે 1830 મીટરની ઉચાઇએ સીડી ચડી ને જઈ શકો છો.
આ હોટેલ પ્રેમી યુગલો માટે એક અન્ય વસ્તુ માટે પણ ખુબ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ અહીં આવે છે અને તેના પ્રેમી માટે વ્રત માંગે છે અને રેલિંગ પર તેનું નામ લખી તાળું મારે છે અને પર્વતોમાં નીચે તેમની ચાવી ફેંકી દે છે. તો તેમનું દરેક વ્રત પૂર્ણ થાય છે.