મુંબઈ ના પાલી હિલ માં પરિવાર સાથે રહે છે ચંકી પાંડે, જુઓ તેના લક્ઝરી ઘરની ખુબસુરત તસવીરો

બોલિવૂડ એક્ટર ચંકી પાંડે એવા સ્ટાર છે. જેમણે ફિલ્મી ઇન્ડસ્ટ્રી ઘણું કામ કર્યું પણ તેમને તે પદ મળ્યું નહીં જેના તેઓ લાયક છે.
‘આગ હી આગ’, ‘ઘર કા ચિરાગ’, ‘પાપ કી દુનિયા’, ‘ખત્રોં કે ખિલાડી’, ‘ઝહરીલે’ અને ‘આંખેં’ જેવી હિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં આગળ વધી રહેલા ચંકીએ ‘તેઝાબ’માં અનિલ કપૂરના દોસ્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી, તેને સાઇડ હીરોની ભૂમિકાઓ મળવાનું શરૂ થયું. ધીરે ધીરે ચંકી પાંડેને સારી ફિલ્મો મળવાનું બંધ થઈ ગઈ. બોલીવુડમાં સતત ફ્લોપ ફિલ્મોના કારણે તેણે પોતાનો વલણ બાંગ્લાદેશી સિનેમા તરફ વાળ્યું. હિન્દી ફિલ્મોમાં ચંકી પાંડેનો સિક્કો કદાચ ન ચાલ્યો હોય, પરંતુ તે બાંગ્લાદેશનો સુપરસ્ટાર છે.
તેણે બાંગ્લાદેશી સિનેમા કારકીર્દિમાં ઘણી સફળ ફિલ્મો કરી. તે પછી તેણે વર્ષ 2003 માં હિન્દી સિનેમામાં વાપસી કરી. તેણે કયામત, ઇલાન જેવી ફિલ્મો કરી. જે બોક્સ ઓફિસમાં સરેરાશ સાબિત થઈ હતી. આ પછી અભિનેતાએ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફુલથી કમબેક કર્યું હતું. ચંકી પાંડે પછી હવે તેની મોટી દીકરી અનન્યા પાંડેએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. છેલ્લાં બે વર્ષમાં અનન્યાએ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.
અભિનેતા તેની દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને દરરોજ તેના પરિવારની તસવીરો શેર કરતા રહે છે. તો ચાલો આજે અમે તમને તેના પરિવારની સાથે વૈભવી ઘર બતાવીએ. ચંકી તેના પરિવાર સાથે મુંબઇના પાલી હિલ વિસ્તારમાં રહે છે.
અભિનેતા અહીં તેની પત્ની ભાવના અને બંને દીકરી અનન્યા અને રાયસા સાથે રહે છે. ચંકીનો બંગલો એકદમ ખુલ્લો છે. ઘરની ચારે બાજુ હરિયાળી છે. લિવિંગ રૂમ એક ગ્લાસ હાઉસ જેવો છે. ચારેબાજુ કાચ લાગેલા છે.
પાંડે પરિવારમાં બે કૂતરા પણ છે. જેને તેઓ પોતાના કરતા વધારે ચાહે છે. અનન્યા પાંડે સૌથી વધુ પ્રેમ કરે છે અને લિવિંગ રૂમ વિસ્તારમાં બેસીને તેમની સાથે હંમેશાં ખૂબ રમે છે.
દર વર્ષે પાંડે પરિવાર તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે. આ પ્રસંગે અનન્યાના પિતરાઇ ભાઇઓ પણ હાજર રહે છે અને સાથે મળીને તમામ પૂજા-અર્ચના કરે છે.
ચંકીની દીકરી અનન્યા પાંડે પણ સતત સોશ્યલ મીડિયા પર તેના ઘરની તસવીરો શેર કરતી રહે છે. લોકડાઉન દરમિયાન તેણે ઘરમાં ઘણી રસોઈ પણ કરી હતી અને તેના આધુનિક કિચનની તસવીરો શેર કરી હતી.
ચંકી પાંડેએ 90 ના દાયકામાં જ આ આલીશાન બંગલો ખરીદ્યો હતો. પાલી હિલ એ મુંબઇનો ખૂબ પોશ વિસ્તાર છે અને પાંડે પરિવારનું ઘર ખૂબ મોંઘું છે.
ઘરની આગળ-પાછળ બાગકામ કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ પ્રકારના છોડ ઉગાડવામાં આવ્યા છે. અનન્યા ઘણીવાર ઘરના બગીચામાં યોગા અથવા પેઇન્ટિંગ કરતી જોવા મળે છે.
અનન્યાને યોગા અને પેઇન્ટિંગ ખુબ જ શોખ છે. જ્યારે પણ અનન્યા તેના શૂટિંગમાંથી મુક્ત થાય છે. ત્યારે તે તેના ટેરેસ પર સમય વિતાવે છે.
આટલું જ નહીં, અભિનેત્રીના ઘરની બહારનું દૃશ્ય ખૂબ સુંદર લાગે છે. અનન્યા ટેરેસ પરથી મુંબઈનો બીચ જોવા મળે છે.
અનન્યા પાંડેના બેડરૂમની વાત કરીએ તો તે એકદમ શાનદાર છે. ત્યાં લાકડાના ફ્લોર છે અને દિવાલો સફેદ રંગની છે. અભિનેત્રીએ પોતાનો ઓરડો ખૂબ જ સરળતાથી સજ્જ કર્યો છે.
ચંકી પાંડે હવે ફિલ્મોની સાથે સાથે પત્ની ભાવના સાથે મુંબઇમાં ફૂડ રેસ્ટોરન્ટ ચલાવે છે. અહેવાલો અનુસાર, ‘ધ એલ્બો રૂમ’ નામની તેની રેસ્ટોરન્ટ ખાર (પશ્ચિમ) માં આવેલી છે. આ સિવાય તેમની પાસે ‘બોલીવુડ ઇલેક્ટ્રિક’ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ છે. જે ખાસ કરીને સ્ટેજ શો માટે જાણીતી છે.