પિઝા અને બર્ગરમાં ડિટર્જન્ટ કેમિકલનો થાય છે ઉપયોગ, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું છે ખતરનાક, થયો ચોંકાવનારો ખુલાસો..

પિઝા અને બર્ગરમાં ડિટર્જન્ટ કેમિકલનો થાય છે ઉપયોગ, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું છે ખતરનાક, થયો ચોંકાવનારો ખુલાસો..

તમે ફાસ્ટ ફુડ ખાવાના શોખીન છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અવારનવાર ફાસ્ટ ફુડનું સેવન ન કરવાની સલાહ આપતા હોય છે, પરંતુ હવે જ્યારે સાબિત થઈ ગયું છે કે ફાસ્ટ ફુડ હકીકતમાં ખતરનાક છે. ખાસ કરીને પિઝા અને બર્ગર જેમાં કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે.

હાલમાં થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો ભેળવવામાં આવે છે. એટલે કે, તમારા સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે.

ચોંકાવનારા પરિણામ રિસર્ચમાં સામે આવ્યા

એક અધ્યયનમાં અમુક ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે, તેના પરથી જાણવા મળ્યું છે કે હકીકતમાં પીઝા બર્ગર અથવા અન્ય ફાસ્ટ ફુડ હાનિકારક શા માટે છે. સાપ્તાહિક જર્નલ ઓફ એક્સપોઝર એન્ડ એન્વાયરમેન્ટલ એપીડેમિયોલોજી માં પ્રકાશિત થયેલ એક અધ્યન અનુસાર અમુક ફાસ્ટ ફુડ જેમકે પિઝા અને બર્ગર માં ડિટર્જન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.

અમેરિકાની જર્નલમાં થયો ખુલાસો

સાપ્તાહિક જર્નલ ઓફ એક્સપોઝર સાઇન્સ એન્ડ એન્વાયરમેન્ટલ એપીડેમિયોલોજીમાં પ્રકાશિત અધ્યયનમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેનલ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ‘ફાથલેટ્સ’ નામનો એક પદાર્થ મળી આવ્યો હતો, જે પ્લાસ્ટિકને ગરમ રાખે છે. ‘ફાથલેટ્સ’ નો ઉપયોગ મુખ્ય રૂપથી સ્થાયિત્વ અને દીર્ઘાયુને વધારવા માટે પ્લાસ્ટિકમાં જોડવામાં આવનાર પ્લાસ્ટિસાઇઝરના રૂપમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ વિનાયક ફ્લોરિંગ, લુબરીકેટીંગ ઓઇલ, સાબુ, હેર સ્પ્રે, લોન્ડરી ડિટર્જેંટ વગેરે સહિત ઘણા ઉત્પાદનોમાં કરવામાં આવે છે.

અમેરિકાનાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, બોસ્ટન યુનિવર્સિટી અને હાવર્ડ યુનિવર્સિટીના શોધકરતાંઓનાં અમુક પ્રખ્યાત આઉટલેટ્સ માંથી લેવામાં આવેલ બર્ગર અને ચીઝ પિઝા નાં ૬૪ નમુનાની તપાસ કરી હતી.

80 ટકાથી વધારે ભોજનમાં DnBP મળી આવ્યું

અહેવાલો અનુસાર 80 ટકાથી વધારે ભોજનમાં DnBP નામનું ફેથલેટ મળી આવ્યું હતું અને 70 ટકા માં ફેથલેટ DEHT હતું. DEHT એક પ્લાસ્ટિકસાઇઝર છે, જેને કર્મચારીઓ અને ભોજન બંનેમાં વધારે ઝેરીલા રસાયણોને બદલવા માટે રજુ કરવામાં આવે છે. તેનો ઉપયોગ બોટલનાં ઢાંકણ, કન્વેયર બેલ્ટ, ફ્લોરિંગ સામગ્રી અને કપડાં કરવામાં આવે છે.

બાળકો પર ઊંડો પ્રભાવ પાડે છે કેમિકલ

અધ્યયન મળી આવ્યું છે કે આ કેમિકલ બાળકો ઉપર ખુબ જ ઊંડો પ્રભાવ પાડે છે. બાળકોનાં શીખવા, ધ્યાન અને વ્યવહાર સંબંધી સમસ્યાઓમાં વધારો કરવા માટે જવાબદાર છે. તેની સાથે જ તે ગર્ભવતી મહિલાઓને પણ પ્રભાવિત કરી શકે છે. જોકે શોધકર્તાઓના કહેવું છે કે અધ્યયન હજુ સીમિત છે અને આ ખાદ્ય પદાર્થો ફક્ત એક શહેરમાંથી લેવામાં આવેલ છે. બીજી તરફ ખાદ્ય એવં ઔષધી પ્રશાસન (FDA) નું કહેવું છે કે તેઓ આ અધ્યયન ની સમીક્ષા કરશે.

ભારતમાં અઢળક કંપનીઓના રેસ્ટોરન્ટ

ભારતમાં પીઝા બર્ગર માટે મેકડોનાલ્ડ, બર્ગર કિંગ, ડોમિનોઝ, પિઝા હટ રેસ્ટોરન્ટ (McDonald’s, Burger King, Domino’s, Pizza Hut) ચલાવે છે. આઉટલેટ પર કરવામાં આવતા જંક ફુડમાં ઉપયોગમાં થતાં કેમિકલ ઉમેરવામાં આવે છે. માંસ યુક્ત ભોજન જેમકે બરીટોસ અને ચીઝ બર્ગર માં રસાયણોની માત્રા વધારે હતી. જ્યારે ચીઝ પિઝા માં તે નિમ્નસ્તર પર હતા. ખાદ્ય એવં ઔષધો પ્રશાસન દ્વારા રજુ કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ કાર્યની સમીક્ષા કરશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *