બાળકો માટે ઘરે જ બનાવો ચટપટા કુરકુરે, ક્યારેય જીદ નહીં કરે માર્કેટમાંથી લેવાની

બાળકો માટે ઘરે જ બનાવો ચટપટા કુરકુરે, ક્યારેય જીદ નહીં કરે માર્કેટમાંથી લેવાની

જો તમને ચા અથવા કોફી સાથે કુરકુરે ખાવાનું ગમતું હોય, તો પછી  આજે જ બનાવો ઘરે ચટપટા કુરકુરે

સામગ્રી

  • 1 મોટો કપ ચોખાનો લોટ
  • 3 નાના ચમચા અડદની દાળ
  • 3 મોટા ચમચી માખણ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • અડધો ચમચી આખું જીરું
  • 2 ચમચી હીંગ
  • અડધો ચમચી સફેદ કે કાળા તલ
  • સ્વાદ માટે મીઠું
  • 1 ચમચી ચાટ મસાલા

કુરકુરે બનાવવાની રીત

  1. સૌથી પહેલા ધીમી આંચ પર એક પેન ગરમ કરવા માટે મુકો.
  2. પેન ગરમ થાય ત્યાર બાદ તેમા અડદની દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો. હવે આંત બંઘ કરી દો.
  3. અડદની દાળમાં ચોખાનો લોટ, માખણ, મીઠું, હીંગ , જીરૂ, લાલ મરચું, આદુ અને લસણની પેસ્ટ મિકસ કરી લો.
  4. ત્યાર પછી તેનો લોટ બાંધી લો. લોટના લૂઆ કરીને તેને ચકરી મેકરમાં અંદર ભરી લો.
  5. ત્યાર પછી ધીમી આંચ પર પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
  6. તેલ ગરમ થતા ની સાથે જ ચકરી મેકરથી સેવની જેમ કુરકુરે બનાવો.
  7. કુરકુરે આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેલ માં તળો અને પછી બહાર નીકાળી લો.
  8. તમારા તૈયાર કુરકુરે થઈ ગયા છે. ઉપરથી ચાટ મસાલો છાંટીને તમે તેને પીરસો શકો છો.
  9. આ ઉપરાંત કુરકુરે ઠંડા થઈ ગયા પછી ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકો છો.

admin