‘તારક મહેતા’ ના ચંપક ચાચા ની પત્ની છે ખુબજ ખુબસુરત, રિયલ લાઈફમાં બે પુત્રોના પિતા છે અમિત ભટ્ટ

‘તારક મહેતા’ ના ચંપક ચાચા ની પત્ની છે ખુબજ ખુબસુરત, રિયલ લાઈફમાં બે પુત્રોના પિતા છે અમિત ભટ્ટ

દુનિયાનો સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એ તમામ ઉંમરના લોકોની પસંદગી છે. આ શો સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શોમાંનો એક છે. આ શો વર્ષ 2008 થી સતત ચાલી રહ્યો છે અને છેલ્લા 13 વર્ષથી દેશ દુનિયાને ઘણું મનોરંજન આપે છે.

આ શોના દરેક પાત્રને પ્રેક્ષકો ખૂબ પસંદ કરે છે. શોના દરેક પાત્રએ ચાહકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે ચાહકો પણ તેમના પ્રિય કલાકારોના અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપક ચાચાની ભૂમિકા નિભાવનારા અભિનેતા અમિત ભટ્ટના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તારક મહેતા ના ચંપકલાલ ગાડાનું અસલી નામ અમિત ભટ્ટ છે. અમિત લાંબા સમયથી આ શોનો એક ભાગ રહ્યો છે અને તેને ચંપકલાલ ગાડાની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તે આ શોના મુખ્ય પાત્રોમાંના એક છે. આ શોમાં વૃદ્ધાની ભૂમિકા નિભાવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં એટલો વૃદ્ધ નથી. તેની ઉંમર હાલમાં  48 વર્ષ છે. અમિત ભટ્ટનો જન્મ 19 ઓગસ્ટ 1972 માં ગુજરાતમાં થયો હતો.

તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ પરિણીત છે. તેની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે. ક્રુતિ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. અમિત ભટ્ટ રીઅલ લાઇફમાં ખૂબ રોમેન્ટિક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો પત્ની સાથે શેર કરે છે.

અમિત ભટ્ટની પત્ની સુંદરતા અને ફિટનેસમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ની ઘણી અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. એવું કહેવામાં આવે છે કે ક્રુતિ ભટ્ટ ઘણીવાર શોના સેટ પર આવે છે. આ શોના તમામ કલાકારો તેને જાણે છે અને તેનો દરેક સાથે સારો સંબંધ છે.

બે પુત્રોના પિતા છે અમિત ભટ્ટ

અમિત ભટ્ટ માત્ર પરિણીત નહીં પણ બે બાળકોના પિતા પણ છે. અમિત અને ક્રુતિને બે પુત્ર છે. તમને જણાવી દઈએ કે અમિતનો એક પુત્ર તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં કામ ચૂક્યો છે. તે કેટલાક એપિસોડમાં ટપ્પુના મિત્ર તરીકે જોવા મળ્યો છે.

અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટના બંને દીકરા મોટા થયા છે અને બંને એકદમ ક્યૂટ છે. એક પુત્રનું નામ દેવ અને એકનું નામ દીપ છે.

અમિત ભટ્ટ તેના પરિવારની ખૂબ નજીક છે અને તે તેની પત્નીને ખૂબ ચાહે છે. થોડા દિવસો પહેલા અમિત ભટ્ટે તેની પત્ની સાથે એક તસવીર શેર કરી હતી અને તેને કેપ્શન લખ્યું હતું કે, ‘તુમ મેરી સબ કુછ હો’.

પત્ની સાથે અમિત ભટ્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બંને ઘણીવાર નવી જગ્યાઓ પર ફરવા જતા તેમની તસવીરો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરે છે.

અમિત તેની પત્ની સાથે દયાબેન એટલે કે દિશા વાકાણીના રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. અમિતે અહીંની એક તસવીર શેર કરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *