શોખને જ બનાવી દીધો બિઝનેસ, ધોરણ 8 નાપાસ યુવાન ફક્ત 22 વર્ષની ઉંમરે બન્યો કરોડપતિ, સક્સેસ સ્ટોરી

એક વ્યક્તિ 8 માં ધોરણમાં નાપાસ થાય છે, એણે ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય કે 22 વર્ષની ઉંમરમાં સીબીઆઈ અને રિલાયન્સ જેવી ઘણી બધી મોટી કંપનીઓ તેની સેવાઓ લઇ રહી હશે. આજે અમે તમને મુંબઈના રહેનારા ત્રિશનિત અરોરા ની સક્સેસ સ્ટોરી જણાવીશું.
નાનપણથી જ બાળકોના મગજમાં એવું બેસાડી દેવામાં આવે છે કે, જો તેઓ અભ્યાસ નહીં કરે તો જીવનમાં આગળ કંઈ કરી શકશે નહીં. પરંતુ આજે 22 વર્ષના આ છોકરાએ આ વાત ખોટી સાબિત કરી દીધી છે. 22 વર્ષીય ત્રિશનીત અરોરાની આજે પોતાની એક મોટી કંપની ધરાવે છે. તે સાયબર સિક્યુરિટી કંપની ટેક સિક્યુરિટીનો સીઈઓ પણ છે. ધોરણ 8માં નિષ્ફળતાથી માંડીને પોતાની કંપની સ્થાપવાનો પ્રયાસ કરવા સુધીની આ વાર્તા લોકોને એકદમ પ્રેરણાદાયી છે.
ત્રિશનિત કહે છે કે, મને કમ્પ્યુટરનો ખુબ જ શોખ હતો. હું ઇતિહાસ અને ભૂગોળને સારી રીતે સમજી શકતો ન હતો પણ હું કમ્પ્યુટર્સને ખૂબ સારી રીતે સમજતો હતો. જ્યારે પહેલી વાર કમ્પ્યુટર મારા ઘરે આવ્યું, ત્યારે તે આખો દિવસ કમ્પ્યુટર પર ગેમ રમવાનું શરૂ કર્યું. માતા-પિતા મારા આ વર્તનથી ખુશ ન હતા, તેથી તેઓએ કમ્પ્યુટર પર પાસવર્ડ સેટ કર્યો. પરંતુ ત્રિશનિતે પાસવર્ડ પણ તોડી નાખ્યો. ત્યાર બાદ, તેના પિતાએ તેને ઠપકો આપ્યો નહીં, પરંતુ તેને બીજું એક કમ્પ્યુટર લઈ આપ્યું. હવે ત્રિશનિત આખા દિવસનો સમય કમ્પ્યુટર પર વિતાવતો હતો.
આખો દિવસ કમ્પ્યુટર પર બેસી રહેવાના કારણે ત્રિશનિત ધોરણ 8માં નાપાસ થયા હતા. તેના માતા-પિતાને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે ત્રિશનિતને માર્યો ન હતો અથવા કોઈ ઠપકો પણ ન આપ્યો, પરંતુ ખૂબ જ નિરાંતે પૂછ્યું કે, તું શું કરવા માંગે છો. ત્યાર બાદ ત્રિશનિતે તેના માતાપિતાને દિલનું રહસ્ય કહ્યું. તેણે કહ્યું કે તે કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માંગે છે. તેણે સ્કૂલ છોડી દેવાનું નક્કી કર્યું. જેમાં માતાપિતાએ તેમને પૂર્ણ સહયોગ આપ્યો. ત્રિશાનિત 19 વર્ષમાં જ કમ્પ્યુટરમાં નિપુણ બન્યા હતા. તેણે કામ કરવાનું પણ શરૂ કર્યું અને તેને 60 હજાર રૂપિયાના પ્રથમ પગારનો ચેક મળ્યો.
ત્રિશાનિત પોતાને એથિકલ હેકર કહે છે. ત્યાર બાદ, ત્રિશનિતે જેટલા પણ કામો કર્યા, તેના બધા પૈસા પોતાની કંપની બનાવવામાં લગાવી દીધા. તેણે ટેક સિક્યુરિટી નામની એક કંપની બનાવી, આજે આ કંપનીના મોટા મોટા ગ્રાહકો છે. ત્રિશાનિત પંજાબ પ્રદેશ અને ક્રાઈમ બ્રાંચમાં આઇટી સલાહકાર પણ છે.તેમની કંપની રિલાયન્સથી લઈને મોટી મોટી સરકારી અધિકારીઓ સુધી કામ કરે છે. આ સિવાય ત્રિશનિત હૈકિંગ ટૉક વિથ ત્રિશનિત અરોરા, દિ હૈકિંગ એરા, અને હૈકિંગ વિદ સ્માર્ટ ફોન્સ નામના પુસ્તકો પણ લખી ચુક્યા છે. આ સિવાય ત્રિશનિતને વર્ષ 2013 માં પૂર્વ મંત્રી યશવંત સિંહાએ ત્રિશાનિતને સમ્માનિત કર્યા હતા.
ત્રિશનિત પોતાની સાથેના એક્સપરિમેન્ટ, યુ ટ્યુબ વિડીયો અને અભ્યાસ દ્વારા પણ ઘણી મદદ કરે છે. તેણે નોર્થ ઇન્ડિયાની પહેલી સાઇબર ઈમરજેંસી રિસ્પોન્સ ટિમ સેટઅપ કરી હતી.
ત્રિશનિતનું કહે છે કે, નાપાસ થયા પછી તેને સમજમાં આવ્યું કે પૈશનની આગળ આવી શકાય છે. અભ્યાસનું કોઈ મહત્વ નથી. તે કહે છે કે સ્કૂલના અભ્યાસને એટલું જ મહત્વ આપો જેટલું જરૂરી છે. તે એક જીવનનો હિસ્સો છે પણ પૂરું જીવન તો નથી જ. તે એ પણ કહે છે કે અસફળતાથી કોઈ દિવસ નિરાશ ના થાવું જોઈએ, કેમ કે અસફળતા જ આગળ વધવાનો રસ્તો બનાવે છે.
હવે ત્રિશનિતની નજર કંપનીના બિઝનેસને યુએસ લઇ જાવા પર છે. ત્રિશાનિતનું સપનું એક અબજ ડોલરની સાયબર સિક્યુરિટી કંપની સ્થાપવાનું છે. હાલમાં તેની 4 ઓફિસ ભારતમાં છે અને એક દુબઇમાં અને યુ.કે માં છે. દુનિયાભરમાં 50 ફોર્ચ્યુન અને 500 કંપનીઓ ક્લાઈન્ટ છે. તેનાથી તેની કંપનીને કરોડનું ટર્ન ઓવર થાય છે. ત્રિશાનિતને તેની સિદ્ધિ બદલ અનેક ઇનામો પણ મળ્યા છે. તેની તસવીરો મોટી મોટી હસ્તીઓ સાથે જોવા મળે છે.