એક પિતા રાતના એક વાગે પોતાના પુત્રને લઈને રોડ પર બેસીને રડતા હતા, એક વ્યક્તિએ જઈને રોવાનું કારણ પૂછ્યું તો વ્યક્તિની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા

એક માતા-પિતા પોતાના બાળકો માટે કોઈ પણ તકલીફ ઉઠાવી શકે છે, પણ માતા પિતા કયારેય પોતાના બાળકોને બીમાર કે તકલીફમાં જોઈ શકતા નથી. એક પિતા દિલ્હીના રોડ પર પોતાના દીકરાને લઈને રાતના લગભગ 1 વાગે બેસ્યા હતા.
પિતા બેન્ચ પર બેઠેલા હતા અને પોતાના દીકરાને બેન્ચ પર સુવડાવેલો હતો. આ જોઈને એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તે અહીં કેમ બેસ્યા છે. તેનું કારણ પૂછ્યું. તે પિતાએ કહ્યું કે હું અહીં બાજુમાં રોડ પર જ રહુ છુ અને મારા દીકરાને અચાનક સખત તાવ આવી ગયો છે.
મારે તેને દવાખાને લઈને જાવો છે. મેં ઘણી રીક્ષાઓને ઉભી રાખી પણ મારી પાસે પૈસા નથી માટે કોઈ પણ મારી મદદ કરવા માટે તૈયાર નથી થઇ રહ્યું. મારે માર દીકરાને જલ્દીથી હોસ્પિટલમાં પહોંચાડવો છે. નહિ તો તેની તબિયત વધારે બગડી શકે છે.
આટલું બોલતા બોલતા તો પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે વ્યક્તિને પણ તેમની પરિસ્થિતિ સાંભળીને ખુબ જ દયા આવી ગઈ. તે તરત જ તેની ગાડીમાં પિતા પુત્રને બેસાડીને દવાખાને લઈને ગયો. દીકરાને તરત જ જરૂરી સારવાર કરાવવામાં આવી અને તેને આરામ કરવાનું કહીને ઘરે જવા માટે રજા આપી.
વ્યક્તિએ પિતા પુત્રને જે જગ્યાએ બેસાડ્યા હતા એજ જગ્યાએ પાછા ઉતારી પણ દીધા અને 2,૦૦૦ રૂપિયા આપીને તે પિતાને કહ્યું કે તમારા દીકરાને ફળ અને દૂધ લઈને ખવડાવજો. તમે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આવી મદદ કરીને તેનો જીવ બચાવી શકો છો.