JCB મશીનમાં બેઠા હતા વર-કન્યા, અચાનક ધડામ દઈને નીચે પડ્યા, જુઓ વિડિયો

JCB મશીનમાં બેઠા હતા વર-કન્યા, અચાનક ધડામ દઈને નીચે પડ્યા, જુઓ વિડિયો

હાલમાં દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. સ્વાભાવિક છે કે તમને પણ લગ્નનું આમંત્રણ મળ્યું હશે. ઘણીવાર આપણે લગ્નમાં જઈએ છીએ ત્યારે ત્યાં કંઈક આવું જોવા મળે છે જેના પર લોકો ખૂબ જ હસે છે. આ દિવસોમાં એક લગ્નમાં આવી મજાકિયા ઘટના બની હતી, જેને જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયો એટલો ફની છે કે તેને જોયા પછી પણ તમે તમારું હસવાનું રોકી શકશો નહીં.

આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા જેસીબી પર બેઠેલા મહેમાનો સાથે વાત કરી રહ્યા છે અને આ દરમિયાન એક રમુજી ઘટના બની છે. જેના કારણે બંને જમીન પર પડી જાય છે. આ નજારો જોઈને ત્યાં બેઠેલા લોકો જોરથી હસી પડ્યા. હાલ આ વીડિયો ક્યાંનો છે તેના વિષે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.

સોશિયલ મીડિયા પર આ વિડિયો પોસ્ટ થતાની સાથે જ લોકોએ પણ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે લગ્નમાં સંબંધીઓ અને મિત્રોના નાગિન ડાન્સ પછી જુઓ અન્ય એક એપિક નજારો. તો અન્ય એક યુઝરે કહ્યું કે મને ખબર નથી કે વર-કન્યા જેસીબી પર કેમ બેઠા હતા.

આ વીડિયો સોનલ કાલરા નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બસ ત્યારથી આ વિડિયો દરેક જગ્યાએ છવાયેલો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો તેને જોરદાર પસંદ પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *