ઉકળતા પાણી ના તપેલામાં બેસી ગયો નાનો બાળક, વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે તમારા..

ઉકળતા પાણી ના તપેલામાં બેસી ગયો નાનો બાળક, વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે તમારા..

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. પણ ઘણી વાર તો એવા એવા વિડીયો જોવા મળે છે, જેને જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં બાળક ચૂલા ઉપર રાખેલા તપેલા પર ઉકળતા પાણીમાં બેઠેલો દેખાય રહ્યો છે. બાળક બે હાથ જોડીને સમાધિની સ્થિતિમાં ઉકળતા પાણીમાં જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો વિશે સોશિયલ મીડિયામાં વિવાદ થયો છે. ઘણાં લોકો આને ફેક વીડિયો પણ ગણાવી રહ્યા છે. માત્ર 23 સેકન્ડનો આ વીડિયો 20 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે વિશે હજી કોઈ પણ ખુલાસો થયો નથી.

આ વાયરલ વીડિયો ક્લિપને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટ પર @iSandeepBisht નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ ને 2800થી વધારે રિટ્વિટ અને નવ હજારથી વધારે લાઈક્સ મળ્યા છે. સંદીપ બિસ્ટે બાળકનો વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, આ 2021નું ભારત છે.

એક બાળક ઉકળતાં પાણીની તપેલામાં બેઠેલો જોવા મળે છે. કલાડીની નીચેથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. તે ઉપરાંત બાળકની આજુ બાજુ લોકોની ભીડ જોવા મળી રહી છે. દરેક લોકો બાળકને એકીનજરે જોઈ રહ્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે કોઈ પણ આ બાળકને બહાર કાઢવાનો પ્રયત્ન નથી કરતું. આ વીડિયોમાં બાળક ઉકળતા પાણીમાં બે હાથ જોડીને આરામથી બેઠો છે. એવું લાગે છે કે, કોઈ મંત્ર કે જાપ કરતો હોય.

તપેલામાં ભરેલું પાણી ઉકળતું જોવા મળી રહ્યું છે. જ્યારે બાકીનો ભાગ ફૂલથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. આસપાસ ઘણા લોકોની ભીડ છે. લોકો બાળકને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. કેટલાક લોકો મોબાઈલમાં વીડિયો પણ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આગ પર તપેલું રાખવામાં આવ્યું છે. બાળકની પાછળની બાજુએ એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેના પર ભક્ત પ્રહલાદ લખેલું દેખાય છે.

આ વીડિયો વાયરલ થયા પછી મીડિયા યુઝર્સની સાથે સાથે બોલિવીડમાંથી પણ તે વિશે રિએક્શન આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત લેખક વરુણ ગ્રોવરે પણ આ બાળકનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, અહીં સુધી કે ધર્મ પણ લોકોને ધર્મમાં વિશ્વાસ અપાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. વરુણ ગ્રોવરની આ ટ્વિટ ઉપર પણ ઘણાં લોકોએ પોતાનું રિએક્શન આપ્યું છે.

admin