ચીની માટીનો આ કટોરો માત્ર 2500 રૂપિયામાં ખરીદ્યો, નીકળ્યો અનમોલ ખજાનો, હવે આ તારીખે થશે હરાજી

કહેવાય છે કે, જ્યારે નસીબ સાથ આપે છે, ત્યારે રંક ને પણ રાજા બનવામાં વાત નથી લગતી. આવું જ અમેરિકામાં રહેતા એક વ્યક્તિ સાથે બન્યું હતું. કનેક્ટિકટ શહેરમાં રહેતા એક વ્યક્તિએ રસ્તા પરના એક સેલમાં 35 ડોલર માં એક સિરામિકનો બાઉલ ખરીદ્યો હતો. તેને કદી સપનામાં પણ વિચાર્યું ન હતું કે, આ બાઉલની કિંમત કરોડોમાં હશે આ બાઉલ ચીની આર્ટ વર્ક હોવાનું જાણવા મળ્યું હતું, જેની કિંમત માર્કેટમાં ત્રણ મિલિયન ડોલર થી 5 મિલિયન ડોલર છે.
આ સુંદર સિરામિક સફેદ રંગનો બાઉલ વાદળી ફૂલોથી શણગારેલો છે. અને તેના પર બીજી ઘણી ડિઝાઈન પણ બનાવવામાં આવી છે. માહિતી અનુસાર, હવે આ બાઉલની હરાજી થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જૂની કલાકૃતિઓના શોખીન વ્યક્તિએ ગયા વર્ષે ન્યૂ હેવન વિસ્તારમાં આ બાઉલ જોયો, ત્યારે તેને તે ખૂબ જ ખાસ લાગ્યો હતો. આ બાઉલ પોતાનામાં ખૂબ જ દુર્લભ છે અને માત્ર 7 જ આવા બાઉલ બનાવવામાં આવ્યા છે.
ઈ સ 1400 ની આસપાસ બનેલ છે આ સુંદર બાઉલ
સોથેબીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મૈકઅટિરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે અમે આ બાઉલ જોયો ત્યારે અમને ખુબ જ ખાસ લાગ્યો. તેમણે કહ્યું કે બાઉલની પેઇન્ટિંગ, તેના આકાર, વાદળી રંગ સૂચવે છે કે બાઉલ 15 મી સદીમાં સિરામિકથી બનાવવામાં આવ્યો છે. જોકે, આ બાઉલ વિશે તપાસ કરતા ખબર પડી કે, આ બાઉલ લગભગ 1400 ઈ સ ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. તેઓએ તેમની ડિઝાઇન જોઈને અને તેનો સ્પર્શ કરીને અનુમાન લગાવ્યો હતો. તેણે કહ્યું કે, આ બાઉલ મિંગ પીરિયડની છે.
મળતી માહિતી અનુસાર, આ દુર્લભ બાઉલને 17 માર્ચે ન્યુ યોર્કમાં હરાજી માટે મુકવામાં આવશે. આ મૂલ્યવાન ચાઇનીઝ આર્ટવર્ક ખરીદવામાં રસ ખરીદનાર વ્યક્તિએ સોથેબીને ઇમેઇલ મોકલીને માહિતી આપી હતી. સોથેબીને હરાજીના આવા ઇમેઇલ્સ ઘણી વાર આવતા રહે છે. પરંતુ આ વખતે તેમને મળેલી માહિતીથી તેઓ ખુબ જ ખુશી થયા હતા.