આ જવાનનું એક સપનું હતું કે તેનો ભાઈ પણ સેનામાં જોડાય, આ સપનું પૂરું થાય તે પહેલા જ જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો તેમના ભાઈએ રડતા રડતા કહ્યું કે ભાઈ તમારું જોયેલું સપનું હું જરૂરથી પૂરું કરીશ

ગમે તે ઋતુ હોય, ગમે તે સમયે આપણા દેશની સેવા કરવા માટે સેનાના જવાનો તૈયાર જ રહે છે, કેટલીય વખતે આપણને ત્યારે ખુશી મળતી હોય છે કે જે વખતે યુવાનો સેનામાં જોડાય છે, પણ ઘણી વખતે આપણને દુઃખ પણ લાગે છે કે જયારે આ જવાન શહીદ થાય છે. થોડા દિવસો પહેલા એવી જ રીતે દેશની સેવા કરતા કરતા આપણી સેનાના એક એવા જ જવાન શહીદ થયા હતા.
આ જવાનનું નામ ભુપેન્દ્ર સિંહ છે અને તેઓ મૂળ હરિયાણાના ચરખી દાદરીના બાંસ ગામના રહેવાસી છે, તેમની ઉંમર ૨૩ વર્ષની હતી અને તેમની બારામૂલામાં પોસ્ટિંગ હતી. તેઓ એ વખતે ફરજ પર હતા અને તે વખતે તેઓ શહીદ થઇ ગયા હતા. એ જ વખતે તેમના બે સાથી પણ ઘાયલ થયા હતા. તેમના શહીદીના સમાચાર પરિવારને થયા તો આખો પરિવાર ખુબ જ દુઃખી થયો.
આ જવાનને એક સાત મહિનાની પુત્રી હતી અને તેના માથેથી પિતાનો છાંયો જતો રહ્યો, આ જોઈને આખા ગામના લોકો ખુબ જ દુઃખી થઇ ગયા છે. આ જવાનનો પાર્થિવ દેહ થોડા દિવસ પછી તેમના ઘરે આવ્યો અને તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ભેગા થઈને તેમના પાર્થિવ દેહ પર ફૂલો નાખીને, નારાઓ બોલીને આ જવાનને બધા જ લોકોએ ભેગા થઈને જવાનના ભાઈએ મુખાગ્નિ આપી હતી.
આજે આ જવાનના ભાઈએ રડતા રડતા એવું કહ્યું કે તેને તેના ભાઈની શહાદત પર ગર્વ છે અને અને આ જવાનનું એક સપનું હતું કે તેમના ભાઈ પણ સેનામાં જોડાય અને આ ભાઈએ રડતા રડતા એવું કહ્યું કે, તે તેના ભાઈનું સપનું જરૂરથી પૂરું કરશે. આખા વિસ્તારના લોકો આ જવાનની અંતિમ વિદાયમાં હાજર રહ્યા હતા અને બધા જ લોકોને આ જવાનની શહાદત પર ખુબ જ ગર્વ પણ થયો હતો.