જાણો બોલીવુડના સિતારાઓની અંધશ્રદ્ધા, પગ પર કાળો દોરો બાંધે છે રણવીર, આઈપીએલમાં બે ઘડિયાળ પહેરે છે શિલ્પા શેટ્ટી

સામાન્ય વ્યક્તિની જેમ બોલીવુડના પણ ઘણા સિતારાઓ અંધશ્રદ્ધાળુ છે. કોઈ પોતાને ફીટ રાખવા નવા નવા ટોટકા કરે છે. તો કોઈ પોતાને ખાસ કામ ન કરવા માટે પોતાને ભાગ્યશાળી માને છે. ચાલો આપણે જાણીએ બોલીવુડના કેટલાક સુપરસ્ટાર અને તેના અંધશ્રદ્ધાઓ વિશે.
થોડા દિવસો પહેલા રણવીર સિંહ ફિલ્મના સેટ પર બીમાર પડવા લાગ્યા હતા અને તેને ઘણી વાર નાની-મોટી ઈજાઓ થતી હતી. તેનાથી બચવા માટે તેણે પગમાં કાળો દોરો બાંધવાનું શરૂ કર્યું છે.
અમિતાભ બચ્ચનને ક્રિકેટ ખુબ જ પસંદ છે, પરંતુ તે ક્યારેય પણ ટીવી પર ભારતની ક્રિકેટ મેચ લાઇવ જોતા નથી. તેઓને લાગે છે કે ટીવી પર લાઈવ મેચ જોતા જ ભારતની વિકેટો પાડવાનું શરુ થઈ જાય છે.
શિલ્પા શેટ્ટી એવું માને છે કે જ્યારે તે બે ઘડિયાળ પહેરે છે. ત્યારે તેની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ મેચ જીતે છે.
સલમાન ખાન ના કાંડા પર હંમેશા ફીરોજા બ્રેસલેટ હોય છે. તેના પિતા સલીમ ખાન દ્વારા આપવામાં આવેલું આ બ્રેસલેટ સલમાન ખાન તેની સુરક્ષા માટે પહેરે છે.
શાહરૂખ ખાન અંકશાસ્ત્ર પર આટલો ભરોસો રાખે છે કે તેણે પોતાની બધી જ ગાડીઓનો નંબર 555 રાખ્યો છે. એટલું જ નહીં, કોલકાતા નાઈટ રાઇડર્સની હારથી નારાજ થઈને તેણે જ્યોતિષના કહેવા પર તેની ટીમની જર્સી નો કલર પણ જાંબલી કરાવ્યો છે.
આમિર ખાન ડિસેમ્બર મહિનો પોતાના માટે ખૂબ નસીબદાર માને છે. તેથી જ તે ડિસેમ્બરમાં જ તેની ફિલ્મો રિલીઝ કરે છે.