પહાડો ની વચ્ચે એક શાનદાર લોકેશન પર સ્થિત છે કંગના રાનાઉતનું વૈભવી ઘર, અંદરની તસવીરો જોઇને તમે પણ કહેશો વાહ..

બોલિવૂડની મલ્ટિલેટલેંટેડ અભિનેત્રી કંગના રાનાઉટ બોલિવૂડની એક મહિલા સ્ટાર્સમાંની એક છે. જેણે પોતાની દરેક ફિલ્મ પોતાની જાતે જ ચલાવી છે. કંગના હંમેશાં મહિલા કેન્દ્રિત ફિલ્મ્સ પહોંચાડવામાં સફળ રહી છે. મણિકર્ણિકા સ્ટાર સંઘર્ષથી ભરેલા મનોરંજન ઉદ્યોગમાં આગળ નીકળી ગઈ છે. ત્યારે કંગના હવે લક્ઝરી બંગલો અને લક્ઝુરિયસ એસયુવીઝની માલિક છે.
કંગના રાણાઉતનો મુંબઇ બંગલો બાંદ્રાના પાલી હિલમાં આવેલો છે. અહેવાલો અનુસાર, તેના ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું ડ્રીમ હાઉસની કિંમત લગભગ 20.7 કરોડ રૂપિયા છે.
કંગનાની મનાલી હવેલી વિશે વાત કરવામાં આવે તો તે 7600 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. કંગનાની આ હવેલીમાં 7 બેડરૂમ, 7 બાથરૂમ, એક જીમ, એક કન્ઝર્વેટરી, એક ફાયરપ્લેસ છે. આ હવેલીની કિંમત આશરે 30 કરોડ છે.
કંગનાની આ હવેલી અંદરથી જેટલી ભવ્ય છે. બહારથી તેની આસપાસનો નજારો પણ એટલો જ સુંદર છે. હવેલીની આજુબાજુ હરિયાળી જોવા મળે છે. જે આંખોને રાહત આપે છે.
સ્ટાઇલિશ પોશાકો પહેરવાનું પસંદ કરનારી અભિનેત્રી અને નિર્માતા પાસે લોકપ્રિય બ્રાન્ડ વેરો મોડા માટે કપડાની લાઇન પણ છે.
તમને જણાવી દઈએ કે કંગના બીએમડબ્લ્યુ 7-સિરીઝ બેક, મર્સિડીઝ બેન્ઝ જીએલઈ ક્લાસ જેવી લક્ઝુરિયસ એસયુવીઝની માલકિન છે.