આ 8 અભિનેત્રીઓ એ ફિલ્મોમાં ભજવ્યો હતો વિલનનો રોલ, નંબર ત્રણ ને મળી ચુક્યા છે ઘણા અવોર્ડ
સામાન્ય રીતે બોલીવુડ ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રીની સાથે સાથે વિલનનો પણ મહત્વનો રોલ હોય છે. કોઈ પણ ફિલ્મ વિલન વિના પૂર્ણ થઈ શકતી નથી. લોકો હીરોની જેમ જ વિલન સ્ટારને જોવા માટે હંમેશા આતુર રહે છે. જોકે હિન્દી ફિલ્મ જગતે એવા ઘણા વિલનો આપ્યા છે. જેમના અભિનયની કોઈ કલ્પના પણ કરી શકાતી નથી.
જો આપણે ભયાનક ખલનાયક વાત કરીએ તો ઘણા નામ સામે આવે છે. જેમાં મોગેમ્બો, ગબ્બર જેવા વિલન ના પાત્રોએ લોકોના દિલમાં ખાસ ઓળખ બનાવી હતી. આ એવા પાત્ર હતા, જેમની કોઈ કોપી કરી શકતું નથી. જોકે આજના આ વિશેષ લેખમાં અમે તમને એવી ફીમેલ વિલન અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓએ પણ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ પ્રકારનો ભય પેદા કર્યો હતો અને લોકોએ ખુબ પસંદ પણ કર્યું હતું. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
કાજોલ

શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે રોમાન્ટિક ફિલ્મ કરવા વાળી કાજોલે તેની રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરવાને કારણે જ ઓળખવામાં આવે છે. પરંતુ એવું નથી કે તેમને માત્ર તેના માટે પ્રશંસા મળી હોય. કાજોલે ફિલ્મ ‘ગુપ્ત’ માં એક વિલનનું પાત્ર નિભાવ્યું હતું. જેના માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી.
કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા ફિલ્મોમાં પોતાના શાંત સ્વભાવ અને ગંભીર પાત્રો માટે ઓળખવામાં આવે છે. પરંતુ કોંકણાએ પણ ફિલ્મ ‘એક થી ડાયન’ માં ખલનાયિકાનું પાત્ર નિભાવ્યું હતું. આમ તો ફિલ્મમાં કોંકણાનો રોલ ઘણો ઓછો હતો. પરંતુ તેમ છતાં પણ લોકોએ તેના પાત્રને ઘણું પસંદ કર્યુ હતું.
પ્રિયંકા ચોપડા

બોલીવુડ સાથે હોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ ફેલાવનારી પ્રિયંકા ચોપડા ફિલ્મ’એતરાઝ’ માં એક વિલનનું પાત્ર ભજવ્યું હતું જેને લોકોએ ઘણું પસંદ કર્યુ હતું. એટલું જ નહિ એ પાત્ર માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.
બિપાશા બાસુ

બિપાશા બાસુ આજે ફિલ્મી દુનિયાથી દૂર પરિવાર સાથે સમય વિતાવે છે પણ એક સમય એવો હતો. જ્યારે બિપાશાએ અભિનયથી લોકોને ચોંકાવી દીધા હતા. તેને વર્ષે 2012માં આવેલી ફિલ્મ રાજ 3માં ફિમેલ વિલન નો રોલ ભજવ્યો હતો. જેના દ્વારા બિપાશાએ લોકોના દિમાગમાં ખાસ ભય પેદા કર્યો હતો.
એશ્વર્યા રાય બચ્ચન

બોલીવુડમાં પોતાની સુંદરતા માટે ઓળખાતી હિરોઈન એશ્વર્યા રાય પણ ફિલ્મ ‘ખાખી’ માં એક ખલનાયિકાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બીજા પણ ઘણા કલાકારો હતા. પરંતુ એશ્વર્યાના પાત્રને લોકોએ ઘણું પસંદ કર્યુ હતું.
અમૃતા સિંહ

સારા અલી ખાનની માતા અમૃતા સિંહ પોતાના જમાનાની જાણીતી કલાકાર રહી છે. અમૃતાએ ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ફિલ્મ ‘કલયુગ’ માં ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અમૃતાનું પાત્ર ઘણું જોરદાર હતું અને તેના ફેન્સને તેનો અભિનય ઘણો પસંદ આવ્યો હતો.
કેટરીના કૈફ

અભિનેત્રી કેટરિના કૈફ તેની સુંદરતા માટે જાણીતી છે. તેણે પોતાના આકર્ષક અભિનયથી ચાહોકાને તેના દિવાના બનાવી દીધા છે. જોકે તમને જણાવી દઈએ કે કેટરિનાએ પણ નેગેટિવ રોલ કર્યો છે. રેસ ફિલ્મમાં વિલન અભિનેત્રીનો રોલ કર્યો હતો. જેમાં સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના તેની સાથે જોવા મળ્યા હતા.
માહી ગિલ

ભલે માહી ગિલ બોલિવૂડની ટોપ અભિનેત્રી ન બની શકી પરંતુ એક્ટિંગની બાબતમાં તે મોટી મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. તમને જણાવી દઈએ કે સાહેબ બીવી ઓર ગેંગસ્ટરમાં માહીએ પોતાના નકારાત્મક કિરદારથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.