પરિવાર સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી ‘યે હૈ મોહબ્બતેં’ની રૂહી, ચાહકો તેની ક્યુટનેસ ના થયા દિવાના

પરિવાર સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી ‘યે હૈ મોહબ્બતેં’ની રૂહી, ચાહકો તેની ક્યુટનેસ ના થયા દિવાના

બોલિવૂડ હોય કે ટીવી શો બાળ કલાકારોને હંમેશા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ બાળકોની ક્યુટનેસ પર લોકો દિવાના છે. થોડા વર્ષો પહેલા શો યે હૈ મોહબ્બતેં ટીવી પર પ્રસારિત થતો હતો. જોકે હવે આ શો બંધ થઈ ગયો છે પરંતુ તેના પાત્રોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દિવ્યાંકા ત્રિપાઠી, કરણ પટેલ, અનિતા હસનંદાની જેવા કલાકારોએ શોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે એક નાની છોકરી રૂહી પણ શોમાં જોવા મળી હતી, જેણે પોતાની નિર્દોષતાથી બધાને દિવાના કરી દીધા હતા.

રૂહીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું સાચું નામ રૂહાનિકા ધવન છે. વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને પ્રેમથી રૂહી કહે છે. શોમાં તે દિવ્યાંકાના પાત્ર ઈશિતાને ઈશિમા તરીકે ઓળખાવતી હતી જે તેમની વચ્ચે સુંદર પ્રેમનું પ્રતિબિંબ પાડે છે.

જો કે, હવે શોની મીઠી છોકરી રૂહી મોટી થઈ ગઈ છે અને તે ખૂબ જ સુંદર દેખાવા લાગી છે.

યે હૈ મોહબ્બતેં ફેમ રૂહાનિકા ધવન ઉર્ફે રૂહી 25 સપ્ટેમ્બરે 14 વર્ષની થઈ ગઈ છે. રુહાનિકાએ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો. યે હૈ મોહબ્બતેં ફેમ રૂહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો સાથે પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તેની ક્યુટનેસ જોઈને લોકો દિવાના થઈ રહ્યા છે.

ચાહકો તેની તસવીરો પર પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની ઉજવણીની તસવીરો પણ શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરોમાં રૂહાનિકા સ્કાય બ્લ્યુ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ સફેદ શૂઝ પહેર્યા છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ લુકમાં રૂહાનિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

અભિનેત્રી તેના પરિવાર સાથે તેનો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. અભિનેત્રી ખૂબ ખુશ દેખાય છે અને મસ્તી કરતી જોવા મળે છે. ચાહકો આ તસવીરોને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રૂહાનિકાએ વર્ષ 2012 માં ‘મિસિસ કૌશિક કિ પાંચ બહુએ’ શોથી અભિનયની શરૂઆત કરી હતી.

રૂહાનિકાને ‘યે હૈ મોહબ્બતેં’ શોથી એક અલગ ઓળખ મળી. આ શોમાં અભિનેત્રીએ રૂહી અને પીહુની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ પસંદ કરવામાં આવી હતી. રૂહાનિકાએ ફિલ્મ ‘જય હો’માં કેમિયો પણ કર્યો હતો. આ સિવાય રૂહીએ ‘કોમેડી વિથ કપિલ’ અને ‘કોમેડી નાઇટ્સ બચાઓ 2’માં ગેસ્ટ એપિરિયન્સ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે રૂહાનિકા ધવને 5 વર્ષની વયે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે માત્ર ટેલિવિઝન સિરિયલોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, પણ સલમાન ખાન અને સની દેઓલની ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2012 માં ‘મિસિસ કૌશિક કિ પાંચ બહુએ’ માં રૂહાનિકા ધવને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી, તે 2013 માં શરૂ થયેલી યે હૈ મોહબ્બતેંમાં રૂહી અને પીહુની ભૂમિકા ભજવતી જોવા મળી હતી, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. રુહાનિકા ધવને આ સિરિયલથી જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *