હૃદયદ્રાવક ઘટના આવી સામે: ટ્રેલરે બસને પાછળથી ટક્કર મારતાં સર્જાયો અકસ્માત, એક મહિલા સહિત 17નાં કમકમાટીભર્યા મોત..

હૃદયદ્રાવક ઘટના આવી સામે: ટ્રેલરે બસને પાછળથી ટક્કર મારતાં સર્જાયો અકસ્માત, એક મહિલા સહિત 17નાં કમકમાટીભર્યા મોત..

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં હાલમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. અહીં લખનઉ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવતું એક ટ્રેલર અથડાયું હતું. આ અકસ્માતમાં બસમાં સવાર અને એની નીચે સૂતા મુસાફરો ઝપેટમાં આવી ગયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 17 લોકોનાં નિધન થયા છે. મૃતકોમાં એક મહિલા અને બાકીના બધા પુરુષ છે. જ્યારે 24 થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 10 લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરાયા છે. બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે.

બસમાં 100 મુસાફર સવાર હતા

આ અકસ્માત બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશના નજીકના વિસ્તારમાં બન્યો હતો. અહેવાલો અનુસાર, ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં સવાર 100 મુસાફર હતા. ખરેખર, એક બસ રસ્તામાં બગડી હતી. જેના લીધે બીજી બસના મુસાફરો પણ આ બસમાં આવી ગયા હતા. બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની એક્સેલ તૂટી ગઈ હતી, તેથી ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી.

આ પછી મુસાફરો નીચે ઊતર્યા હતા. અમૂક મુસાફરો બસની નીચે તેમજ અમૂક બસની આસપાસ સૂઈ ગયા હતા. એ દરમિયાન મોડી રાત્રે અગિયાર વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે બસને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રેલરની અડફેટે આવતાં લગભગ 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં.

વરસાદને લીધે બચાવકાર્યમાં મુશ્કેલી

આસપાસના લોકોએ પોલીસને જાણ કરી અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રામસાનેહીઘાટ સીએચસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને 10 લોકોને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. આ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને હાઈવે પરથી દૂર કર્યા હતા. એ દરમિયાન ભારે વરસાદ પણ શરૂ હતો અને જેથી બચાવકાર્યમાં પણ મુશ્કેલીઓ અનુભવાય હતી.

અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થયો

આ અકસ્માત થતાં ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો. જ્યારે ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. આને કારણે લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ રહ્યો હતો. આ અકસ્માત પીડિતોએ કહ્યું હતું કે બસમાં સવાર તમામ મુસાફરો બિહારના સીતામઢી, સુપૌલ સહિત અલગ-અલગ જિલ્લાના રહેવાસી હતા.

આ ઘટના બાદ લખનઉ ઝોનના એડીજી એસ.એન.સાબત બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે અકસ્માત અંગે પૂછપરછ પણ કરી. તેમણે જણાવ્યું કે બસ લગભગ 4 કલાકથી પુલ પર ઊભી હતી. અને બસની એક્સેલ તૂટી ગઈ હતી. આ અકસ્માતનું કારણ ઓછી વિઝિબિલિટી હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ હાઈવે પર પેટ્રોલિંગ કરતા જવાનોની નજર બસ પર કેમ ન પડી, એની તપાસ પણ કરવામાં આવી રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *