ભરતપુરની હોસ્પિટલમાં નર્સની એક ભૂલને લીધે થયું પ્રેગ્નન્ટ મહિલાનું મોત, કારણ જાણી તમે ચોકી જશો
ભરતપુર વિસ્તારમાં આવેલી જનાના હોસ્પિટલમાં મોડી રાતે એક પરિણીતાનું મોત થઈ ગયું હતું. આ પછી પરિવારના લોકોએ હોસ્પિટલનાં હોબાળો કર્યો હતો. નજીકની પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. પરિણીતાનો પરિજનનો આરોપ છે કે, નર્સે તેને ખોટું ઇન્જેક્શન આપ્યું જેને લીધે કોમલ બાઇનું મોત થયું હતું. કોમલ બાઇના પરિવારના લોકોએ જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2019માં કરાવલીના ભુસાવરમાં રહેતાં દિલીપ સાથે થયાં હતાં. તે પ્રેગ્નન્ટ હતી.

25 ઓગસ્ટે ડિલિવરી થવાની હતી. તેમના શરીરમાં લોહીની અછત હતી. તેને ભરતપુરની જનાના હોસ્પિટલમાં કાલે સવારે 11 વાગ્યે લોહી ચઢાવવા માટે દાખલ કરવામાં આવી હતી. તેને 4.6 એમએલ લોહી ચઢાવ્યું હતું, પણ રાતે લગભગ 11 વાગ્યે તેના પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. આ પછી જનાના હોસ્પિટલની નર્સ અશોક બાઇને ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન આપ્યાના 15 મિનિટ બાદ તેમના મોઢાંમાંથી ફીણ આવવા લાગ્યા હતા.

કોમલે તરફડિયા મારી મારીને દમ તોડી દીધું હતું. કોમલ બાઈના પેટમાં ઉછરતા બાળકનું પણ મોત થઈ ગયું હતું. મોત બાદ તેમના પરિવારના લોકોને ગુસ્સો આવ્યો અને ડોક્ટર પાસે પહોંચ્યા હતાં. ડોક્ટરોએ જણાવ્યું કે, તેમણે નર્સને બીપીનું ઇન્જેક્શન લગાડવા માટે કહ્યું હતું.

જ્યારે પરિવારના લોકોએ નર્સ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, કોમલ બાઈને દુખાવાનું ઇન્જેક્શન લગાવ્યું હતું. જેના પર પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. હોબાળાને લીધે જનાના હોસ્પિટલના સ્ટાફે મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકી દીધો હતો.

સ્ટાફની આ હરકત જોઈને કોમલ બાઈના પરિજનો સતત હોબાળો કરતાં હતાં. આ અંગે જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત કરાવ્યો હતો. કોમલ બાઈના પરિજનોએ ડોક્ટર અને નર્સ સામે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.