4 અને 5 ડિસેમ્બરે 300 ગરીબ અને અનાથ દીકરીઓના પિતા બનીને મહેશ સવાણી દીકરીઓનું કન્યાદાન કરશે..

જયારે મહેશ સવાણીનું નામ આવે એટલે દરેક લોકોને તેમના વિષે એક જ વિચાર આવે કે હજરો દીકરીઓના પિતા. તેઓએ અત્યાર સુધી ચાર હજારથી પણ વધારે ગરીબ અને અનાથ દીકરીઓના પિતા બનીને તેમનું કન્યાદાન પણ કર્યું છે.
આપણને બધા જ લોકોને આ દીકરીઓના બનેલા પિતા પણ ખુબ જ ગર્વ થવો જોઈએ કેમ કે તે વાત આપણા બધાની માટે એક ગર્વની વાત છે. ફરી એક વખતે 300 દીકરીઓ જેઓએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેવી દીકરીઓ માટે ચૂંદડી મહિયર લગ્ન સમૂહનું આયોજન કરવામાં આવશે.
અહીંયા 4-5 ડિસેમ્બરે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300 માંથી 100 કરતા પણ વધારે દીકરીઓને તો પરિવાર જ નથી તેઓ એકલી જ છે. તેમના પણ પિતા બનીને મહેશ સવાણી કન્યાદાન કરશે.
મહેશ સવાણી અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી આ આયોજન કરી રહ્યા છે અને દીકરીઓનના લગ્ન પણ કરાવે છે. આ વખતે સમૂહ લગ્નનું આયોજન 2 દિવસ સુધી કરવામાં આવ્યું છે અને આ 300 જેટલી દીકરીઓને પી.પી. સવાણીનો પરિવાર કન્યાદાન કરીને સાસરે વળાવશે.
આ કાર્યક્રમમાં ઘણા લોકો હાજર રહેશે અને દીકરીઓને આશીર્વાદ પણ આપશે. આ 300 દીકરીઓના લગ્ન બે દિવસમાં સવાર-સાંજ કરવામાં આવશે. જેમાં અડધા ભાગ કરીને એક સાથે સિત્તેર એમ બે દિવસમાં ચાર ભાગમાં આ દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. ખરેખર આ એક સેવા છે અને આ દીકરીઓ ગુજરાતના ઘણા જિલ્લાઓની છે અને બીજા રાજ્યોની પણ છે જેમના પી.પી સવાણી પરિવાર કન્યાદાન કરીને સાસરે વળાવશે.