મુકેશ અંબાણીની પુત્રીને તેના સસરા એ આપી 452 કરોડ રૂપિયાની ભેટ, જુઓ તેના શાહી મહેલની તસવીરો

જ્યારે પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિની વાત કરવામાં આવે છે. ત્યારે મુકેશ અંબાણીનું નામ પહેલા આવે છે. મુકેશ અંબાણી લાંબા સમયથી એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. તેની સંપત્તિ વિશે દરેક લોકો સારી રીતે જાણે છે. અંબાણી પરિવાર દેશના સૌથી લોકપ્રિય પરિવારોમાંનો એક છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સાથે તેમનો પરિવાર પણ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તેના પરિવાર સાથે સંકળાયેલા દરેક સદસ્યની ઘણી વાર ચર્ચા કરવામાં આવે છે. અંબાણી પરિવારના ઘરના દરેક ફંક્શન અથવા કાર્યક્રમ પણ ચર્ચાનો વિષય બને છે. આવી જ રીતે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.
બે વર્ષ પહેલા ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮નાં રોજ મુકેશ અંબાણી ની દીકરી ઇશા અંબાણી અને આનંદ પીરામલનાં રોયલ વેડિંગ થયા હતા. આ લગ્નમાં દેશનાં જ નહીં, પરંતુ વિદેશથી પણ મહેમાન સામેલ થયા હતા. અમેરિકન પોપ સિંગર બેયોસે ને પણ ઈશાનાં લગ્નનું આમંત્રણ મળ્યું હતું. તેણે પોતાના પરફોર્મન્સથી ઈશા નાં લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
તે સિવાય અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ મુકેશ અંબાણીના ખાસ મહેમાન બનીને ભારત આવ્યા હતા. દેશનાં સૌથી મોટા લગ્નમાં રાજકીય, રમત ગમત અને ફિલ્મી જગતનાં મોટા મોટા દિગ્ગજ સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો આ રોયલ વેડિંગમાં 720 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
લગ્ન બાદ ઈશા પોતાના પતિ આનંદની સાથે સાઉથ મુંબઈનાં વર્લી વિસ્તારમાં પોતાના ઘરે રહે છે. જણાવી દઈએ કે આ ઘર ઈશા નાં સસરાએ તેમને આ ઘર ગિફ્ટમાં આપ્યું છે. આ આલિશાન ઘરની કિંમત અંદાજે 450 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
આ ઘર ૫૦ હજાર વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ આલીશાન ઘરમાં કુલ પાંચ ફ્લોર છે. જેમાં ઘણા ડાઇનિંગ રૂમ, સ્વિમિંગ પૂલ, મંદિર, બેઝમેન્ટ અને ઘરમાં કામ કરતા નોકરો માટે રૂમ પણ રહેલા છે. ઘરની બરોબર સામે સમુદ્રનો શાનદાર નજારો જોવા મળે છે.
આ શાનદાર બંગલામાં કુલ ત્રણ બેઝમેન્ટ છે જે સર્વિસ અને પાર્કિંગ માટે છે. પહેલા બેઝમેન્ટમાં લોન, વોટર પુલ અને એક મોટો રૂમ રહેલ છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર સુંદર એન્ટ્રેન્સ લોબી છે. ઉપરના માળે લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયા અને બેડરૂમ વગેરે બનાવવામાં આવેલ છે. અહેવાલો અનુસાર, વર્ષ 2012માં ઈશા નાં સસરાએ આ આલીશાન બંગલાને હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો.
આ બંગલો એટલો સુંદર હતો કે તેને અનિલ અંબાણી અને ગૌતમ અદાણીની પણ ખરીદવા માંગતા હતા, પરંતુ અજય પીરામલે સૌથી વધારે બોલી લગાવીને બંગલા ને પોતાના નામે કરી લીધો હતો. ઈશા નો આ સુંદર બંગલો સમુદ્ર પાસે આવેલ છે અને તેને જોવા માટે દૂર-દૂરથી લોકો અહીંયા પહોંચે છે.
તમને જણાવી દઈએ કે, ઇશા અંબાણી ના લગ્ન ભારતના મશહૂર ઉદ્યોગપતિ અજય પિરામલ ના દિકરા આનંદ પીરામલ સાથે થયા છે. અજય પિરામલ ગ્રુપના માલિક છે. પિરામલ અને અંબાણી પરિવાર ની ઓળખ વર્ષો જૂની છે. બન્ને પરિવાર એકબીજાને પાછલા ૪ દશકથી ઓળખે છે. ટેકસટાઇલ માં પિરામલ ગ્રુપનું નામ દેશમાં ખૂબ જ જાણીતું છે.
તમને જણાવી દઈએ કે અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પિરામલ ગ્રુપના અધ્યક્ષ છે. તેના મિત્ર મુકેશ અંબાણીની જેમ અજય પણ ઘણા ધનિક છે. તેની પાસે પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે.