દિલ્હીના આ ઓટો ડ્રાઇવર સાવ મફત મા ઓટો એમ્બ્યુલન્સની સેવા આપે છે

જો કોઈ તમને પૂછે કે તમને હીરો કોણ લાગે છે. તો તમે શું જવાબ આપશો. વાસ્તવિક જીવનમાં ફિલ્મમાં કામ કરતા કલાકારો હીરો નથી. પરંતુ તે તેમના દેશ અને સમાજ માટે કંઈક સારું કામ કરે તે હીરો. ઘણીવાર લોકો એવું પણ કહે છે કે અમારી ઇચ્છા છે કે અમે કંઇ પણ કરી શકીએ પરંતુ પૈસા નથી.
આ વૃદ્ધ ઓટો ડ્રાઈવરે અન્ય લોકોને મદદ કરવાની એક અનોખી રીત અપનાવી છે. આ ઓટો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયાની માહિતી મળતાં તે સ્થળે પોંહચી દર્દીને હોસ્પિટલ પહોંચવાનું કામ કરે છે.
હરજીંદર સિંહ 1919 થી આ ઉમદા કાર્ય કરી રહ્યા છે. હરજીંદર સિંઘ અગાઉ દિલ્હી પોલીસ માટે ટ્રાફિક વોડ તરીકે કામ કરી ચુક્યા છે અને ઓટોરિક્ષા સંઘના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તે કહે છે 1949 માં ઓટોરિક્ષા ચલાવવાની શરૂઆત કરી હતી. રિક્ષા ચલાવતાં 55 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા આજ સુધી કોઈ ચલણ મળ્યું નથી કે કોઈ દિવસ મને ઉભો રાખવામાં આવ્યો હોય.
હરજીંદર સિંઘની ઓટોરિક્ષા માં ફર્સ્ટ એઇડ કીટ દરેક સમય હાજર રહે છે. જો જરૂરી હોય તો ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ફર્સ્ટ એઇડ કીટમાં પાટો, એન્ટિસેપ્ટિક લોશન, બર્ન માટે ક્રીમ, અને પેરાસીટામોલ જેવી બધી કટોકટી આવશ્યકતાઓ શામેલ છે. 1949 માં આ સેવા શરૂ કર્યા પછી હરજીંદર સિંઘ કહે છે કે હું આ સેવા મારા છેલ્લા સમય સુધી ચાલુ રાખીશ.
હરજીંદર સિંહ આ માટે અગાઉ હોસ્પિટલ પાસેથી પ્રમાણપત્ર પણ મેળવ્યા છે. પરંતુ અત્યાર સુધી તેણે એટલા લોકોને મદદ કરી છે કે ગણતરી નથી. હરજીંદરે તેનો નંબર ઓટોની પાછળ લખ્યો છે. ઘણા લોકોએ તેમનો નંબર પણ સાચવ્યો છે અને અકસ્માતની જાણ થતાં જ લોકો તેમને ફોન કરે છે.
ડ્રાઇવિંગ કરવાથી જે પૈસા મળે છે. હરજીંદર તેના પરિવાર માટે થોડા પૈસા રાખે છે અને બાકીના દર્દીઓ જે દવાઓ ખરીદી શકતા નથી તેમની દવાઓ ખરીદવામાં ખર્ચ કરે છે. હરજીંદર તેનું નામ, નંબર અને સરનામું લે છે અને જ્યારે પણ તે તે વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યારે તે મફતમાં દવાઓ આપે છે.