જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનામાં જન્મેલા લોકોમાં હોય છે આવી ખાસિયતો, જે તેમને અન્ય લોકો કરતાં અલગ બનાવે છે

જ્યોતિષશાસ્ત્ર એક એવું માધ્યમ છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ, સ્વભાવ અને તેની વિશેષતાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. આજે અમે તમને નવેમ્બર મહિનામાં જન્મ લેનારા લોકોની ખુબીઓ, ગુણ, સ્વભાવ અને દોષ વિશે જાણકારી આપવાના છીએ.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે નવેમ્બર મહિનો વર્ષનો અગિયારમાં મહિનો હોય છે. જો તમારો જન્મદિવસ પણ નવેમ્બર મહિનામાં આવે છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનામાં જન્મ લેનારા લોકોમાં કેટલી ખાસિયત અને કેટલા દોષ જોવા મળે છે. તો ચાલો આજે તેના વિશે જાણીએ.
નવેમ્બર મહિનામાં જન્મ લેનાર આ લોકોમાં હોય છે આ ખાસ ખાસિયતો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હોય તે લોકો દિલના ખુબ જ કોમળ હોય છે. આ મહિનામાં જન્મ લેનાર લોકો ધાર્મિક સ્વભાવના હોય છે. આ લોકોમાં પરોપકાર અને દાનની ભાવના હોય છે. નવેમ્બર મહિનામાં જન્મ લેનારા લોકો સમાજ કલ્યાણનાં કાર્યોમાં પણ આગળ પડતો ભાગ લે છે. આ મહિનામાં જન્મ લેનાર લોકોના મિત્રોની સંખ્યા પણ ખુબ જ વધારે હોય છે. તે લોકો ખુબ જ સરળતાથી અજાણ્યા લોકોને પણ મિત્ર બનાવી લે છે.
ઔપચારિક રૂપથી ખુબ જ મહત્વકાંક્ષી હોય છે નવેમ્બરમાં જન્મેલા લોકો
જે લોકોનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હોય છે તે જોવામાં ખુબ જ સામાન્ય લાગે છે, પરંતુ તે ઔપચારિક રૂપથી ઘણાં જ ગંભીર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો વૈચારિક રૂપથી ખુબ જ મહત્વાકાંક્ષી પણ હોય છે. આ મહિનામાં જન્મ લેનાર વ્યક્તિ કોઈ પણ વિષય પર ત્યાં સુધી વાત નથી કરતી જ્યાં સુધી તેને તે વિષય વિશે સંપૂર્ણ જાણકારી ના હોય. એ લોકો દરેક પરિસ્થિતિમાં પહેલાથી જ અનુમાન લગાવવામાં સક્ષમ હોય છે, જેના કારણે તેમને લાભ મળે છે.
નવેમ્બર મહિનામાં જન્મ લેનાર લોકોને પોતાની જવાબદારીઓનુ હોય છે પૂરું ભાન
નવેમ્બર મહિનામાં જન્મ લેનાર લોકોને પોતાની જવાબદારીઓનો પુરો અહેસાસ હોય છે. તે લોકો પોતાની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવે છે. તેમની આ જ ખાસિયત તેમને પોતાના જીવનમાં એક સફળ વ્યક્તિ બનાવે છે. નવેમ્બર મહિનામાં જન્મ લેનાર આ લોકો હંમેશા સાચા માર્ગ ઉપર ચાલવાનું પસંદ કરે છે અને સમાજના હીત માટે બનાવેલા નિયમોનું પાલન કરે છે.
આ વસ્તુઓના શોખીન હોય છે નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો
જો કોઈ મહિલાનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હોય તો તેને સાજ-શણગાર કરવો ખુબ જ પસંદ હોય છે. આ મહિનામાં જન્મ લેનાર લોકોને પોતાના જીવનમાં એડવેન્ચર ઘણું જ પસંદ આવે છે. નવી-નવી જાણકારીઓ મેળવવામાં તેમને ખુબ જ રસ હોય છે. ધર્મ અને આધ્યાત્મિક વિષયોમાં તેમની ઈચ્છાઓ ઘણી વધારે હોય છે. આ મહિનામાં જન્મ લેનાર લેનારા લોકો રહસ્યમયી વસ્તુઓ વિશે જાણવા પણ ઉત્સુક રહે છે.
થોડા અડિયલ હોય છે નવેમ્બરમાં જન્મેલા લોકો
આ લોકો સ્વભાવથી થોડા અડિયલ હોય છે. જો આ લોકો કોઈ વાત કહે છે તો તે પથ્થરની લકીર બની જાય છે. તેમની આદત તેમને થોડી મુશ્કેલીમાં મુકી દે છે. આ મહિનામાં જન્મ લેનાર લોકો પોતાની વાતોને ખુબ જ વધારે વધારીને લોકોની સામે રાખે છે.
વાતોડિયા હોય છે નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો
જો તમારો જન્મ નવેમ્બર મહિનામાં થયો છે તો તમે ખુબ જ વાચાળ છો. ક્યારેક-ક્યારેક વાચાળ સ્વભાવનાં કારણે બીજા લોકો નારાજ પણ થઈ જાય છે. આવા લોકો સમય આવવા પર કોઈ પણ નિર્ણય લેવામાં અચકતા નથી.
નવેમ્બરમાં જન્મેલા લોકો આ ઉપાય કરે
જો કોઈ વ્યક્તિનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હોય તો તેમણે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો તમે ભગવાન વિષ્ણુનાં સહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરો છો તો તેનાથી તમારા અટકી ગયેલા કાર્યો સફળ થાય છે. તે સિવાય દર રવિવારનાં દિવસે તાંબાના પાત્રમાં પાણીમાં મધ ભેળવી પ્રાતઃકાળે સૂર્યદેવને અર્પિત કરવું જોઈએ.
શુભ અંક, શુભ રંગ અને શુભ દિવસ
નવેમ્બર મહિનામાં જન્મ લેનાર આ લોકો નો શુભ અંક 3, 7, 9 છે અને આ મહિનામાં જન્મ લેનાર આ લોકોનો શુભ રંગ લીલો, પીળો અને ગુલાબી છે.