ગુજરાતના આ કન્ટેસ્ટન્ટને કેબીસીમાં પુછવામાં આવ્યો તારક મહેતા સાથે જોડાયેલ સવાલ, શું તમને ખબર છે તેનો જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો ખુબ જ પસંદગીનો શો છે. તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોપટલાલનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિની સિઝન 13માં પણ તેની સાથે જોડાયેલ એક સવાલ પુછવામાં આવ્યો હતો.
સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે કેબીસી શો માં તારક મહેતા સાથે જોડાયેલ સવાલ સામે આવ્યો હતો, ત્યારે કન્ટેસ્ટન્ટ ખુબ જ ખુશ થઇ ગયો હતો અને ચાર ઓપ્શન મળતા પહેલાં જ તેની આંખોમાં કોન્ફિડન્ટ નજર આવી રહ્યો હતો.
કેબીસી શો પર ગુજરાતનાં બિઝનેસમેન કન્ટેસ્ટન્ટ ધવલ નંદા હોટ સીટ પર બેસેલા હતા. તેમાં પહેલા સ્ટેજની વચ્ચે અમિતાભ બચ્ચનને તેમને તારક મહેતા સાથે જોડાયેલો સવાલ પુછ્યો હતો. સવાલ હતો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવું ક્યુ કિરદાર છે જે વારંવાર કહે છે કે ‘દુનિયા હીલા દુંગા’. આ સવાલ સાંભળતાની સાથે જ ધવલ નંદા બીગ-બી ને સ્માઈલ આપે છે.
આ દરમિયાન ધવલ સવાલનો જવાબ આપવા માટે આતુર હતા. તેની વચ્ચે અમિતાભ બચ્ચને ઓપ્શન આપ્યા હતા (A) જેઠાલાલ (B) પોપટલાલ (C) ચંપકલાલ (D) હાથીભાઈ. તેવામાં ધવલ કોનફિડેન્સની સાથે સાચો જવાબ આપ્યો હતો – (B) પોપટલાલ.
View this post on Instagram
હોટસીટ પર બેસેલા કન્ટેસ્ટન્ટ ધવલનો આ જવાબ સાંભળીને ઓડિયન્સ તાળીઓ વગાડવા લાગી હતી. ધવલ જવાબ આપ્યા બાદ જ્યારે તાળીઓ વગાડવા લાગી તો અમિતાભ બચ્ચને ચારોતરફ ઓડિયન્સ તરફ જોયું હતું. કારણકે હજુ સુધી સવાલનો જવાબ કોમ્પ્યુટર પર લોક થયો ન હતો. અમિતાભ તે સમયે ફક્ત લોકોને જોતા રહી ગયા હતા. તેવામાં તારક મહેતા શો ની પોપ્યુલારિટીનો અંદાજો લગાવી શકાય છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પણ અસિત મોદીના પોપ્યુલર શો તારક મહેતામાં નજર આવી ચુક્યા છે. આ શો પર એકવાર અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન આ શોમાં ‘ભુતનાથ’ બનીને પહોંચ્યા હતા.
શો ના તે એપિસોડમાં અમિતાભ બચ્ચન ગોકુલધામ સોસાયટીના લોકોને પહેલા નજર આવતા નથી. તે સમયે અદ્રશ્ય ભુતનાથનો અવાજ સાંભળીને બધા ગોકુલધામ સોસાયટીના સભ્યો ગભરાઈ જાય છે, પરંતુ બાદમાં અમિતાભ બચ્ચન ભુતનાથ બનીને સાક્ષાત હાજર થાય છે.