આ શિક્ષક અંધ હોવા છતાં આજ સુધી ઘણા ગરીબ વિદ્યાર્થીઓને મોટા મોટા અધિકારી બનાવી ચુક્યા છે, ધન્ય છે તેમની આ અદભૂત સેવાને..

કોઈએ સાચું જ કહ્યું છે કે મંજિલ એમને જ મળે છે કે જેમના સપનાઓ માં જાન હોય છે. આજે અમે તમને એક એવા શિક્ષક વિષે જણાવીશું કે જે પોતે બંને આંખોથી અંધ હોવા છતાં આજ સુધી પોતાના ઘણા વિધાર્થીઓને અધિકારી બનાવી ચુક્યો છે. આ શિક્ષક મધ્યપ્રદેશના રતલામના રહેવાસી છે. આ શિક્ષકનું નામ રાજેશ ભાઈ છે. રાજેશ ભાઈને આજે પોતાની બંને આંખોથી કઈ દેખાતું નથી.
રાજેશ ભાઈ જન્મથી આંધળા ન હતા પણ શાળામાં રમતા રમતા આંખ પર ઇજા થતા રાજેશ ભાઈ પોતાની બંને આંખોથી અંધ બની ગયા હતા. પોતાની સાથે થયેલા આ બનાવથી પણ તેમને હિંમત હારી ન હતી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એટલી મહેનત કરીએ આજે રાજેશ ભાઈ સરકારી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. તેમને નક્કી કર્યું હતું કે તે બાળકોના ભવિષ્ય માટે કામ કરશે.
બાળકોને રાજેશ ભાઈ પાસે ભણવાનું એટલું પસંદ આવે છે કે બાળકો તેમની પાસે ભણવાનો એક પણ મોકો છોડતા નથી. રાજેશ ભાઈ બાળકોએ ભણવાની સાથે સાથે સરકારી પરીક્ષા કઈ રીતે પાસ કરવી. કયારે તેની તૈયારી કરવી સાથે સાથે તેનું પણ માર્ગદર્શન પણ આપતા રહે છે. આજે રાજેશ ભાઈના હાથે ભણેલા ઘણા બાળકો સરકારી અધિકારી બની ગયા છે.
કારણ કે તે જે શાળામાં ભણાવે છે. ત્યાં મોટા ભાગે એવા બાળકો આવે છે કે જેમના માતા પિતા મજૂરી કામ કરતા હોય. તેવા બાળકોને આવું શિક્ષણ આપીને આજે આ શિક્ષક તેમનું ભવિષ્ય સાકાર કરી રહ્યા છે. રાજેશ ભાઈ અંધ હોવા છતાં તે ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવી ચૂકયા છે.