‘અનુપમા’ શોની આ દિગ્ગજ સ્ટારનું થયુ નિધન, કરોડો ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને રૂપાલી ગાંગુલીએ તસવીરો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ટીવી સિરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીની માતાનો રોલ કરનાર અભિનેત્રી માધવી ગોગટેએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. માધવીનું રવિવારે નિધન થયું હતું. અહેવાલો અનુસાર, તે થોડા દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત હતી અને તેના લીધે તેને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પરંતુ રવિવારે અચાનક તેની તબિયત વધારે બગડી હતી અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું. માધવી 58 વર્ષની હતી અને તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. તે જ સમયે, અભિનેત્રીના મૃત્યુ પછી સેલેબ્સ તેને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે.
રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર માધવી ગોગટેને યાદ કરીને એક ભાવુક નોટ શેર કરી છે, જેમાં તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. રૂપાલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર લખ્યું, ‘ઘણું બધું અકથિત બાકી છે. વંદન માધવીજી. માધવીએ અગાઉ અનુપમા સિરિયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદમાં તેની જગ્યાએ સવિતા પ્રભુનેને લેવામાં આવી હતી.આ સાથે રૂપાલી ગાંગુલીએ માધવી સાથે પોતાની બે તસવીરો પણ મુકી છે, જેમાં બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
માધવીની મિત્ર નીલુ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું છે, ‘માધવી ગોગટે મારી પ્રિય મિત્ર નથી… મને વિશ્વાસ નથી આવતો કે તમે અમને છોડીને ગયા. દિલ તૂટ્યું છે, તમારી હજી જવાની ઉંમર નોતી. ડેમ કોવિડ. જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન કરીને તમારી સાથે વાત કરી હોત, ઈચ્છા રહી ગઈ. હવે હું ફક્ત તેનો અફસોસ કરી શકું છું.
માધવી ગોગટે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતી. તેને એકતા કપૂરની સીરિયલ ‘કહીં તો હોગા’થી લોકપ્રિયતા મળી હતી. આ સીરિયલમાં તે સુજલની માતાના રોલમાં જોવા મળી હતી. આ સિવાય માધવી ગોગટેએ ‘કોઈ અપના સા’, ‘ઐસા કભી સોચા ના થા’, ‘કહીં તો હોગા’ અને ‘અનુપમા’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી અને તેના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે.