બોલીવુડના અનોખા લગ્ન, કોઈએ તેની પુત્રી કરતા 5 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, તો કોઈએ માં બન્યાના 20 વર્ષ પછી લીધા ફેરા..

બોલીવુડના અનોખા લગ્ન, કોઈએ તેની પુત્રી કરતા 5 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, તો કોઈએ માં બન્યાના 20 વર્ષ પછી લીધા ફેરા..

બોલિવૂડ સેલેબ્સ ઘણી વાર તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આવામાં તે તેમની પર્સનલ લાઈફને ભૂલી જાય છે. ઘણી વાર એવું જોવા મળે છે કે સેલેબ્સ સમાજ દ્વારા કરવામાં આવતી લગ્નની યોગ્ય ઉંમર કરતા થોડી મોટી ઉંમરે લગ્ન કરવાનું પસંદ કરે છે. આના ઘણા કારણો છે, એમાં પ્રોફેશનલ લાઈફ પણ એક ભાગ છે. આવી સ્થિતિમાં, અમે તમને એવા સેલેબ્સની યાદી બતાવવા જઈ રહ્યા છીએ. જેમણે 40 થી વધુ ઉંમરે લગ્ન કર્યા અને હવે તેઓ તેમના જીવનસાથી સાથે ખુશીથી જીવન વિતાવી રહ્યા છે.

પ્રીતિ ઝિન્ટા

આ લિસ્ટમાં પહેલી એક્ટ્રેસ છે પ્રીતિ ઝિન્ટા. ઉદ્યોગપતિ નેસ વાડિયા સાથે લાંબા સંબંધો અને વિરામ બાદ, પ્રીતિએ 41 વર્ષની વયે જિન ગુડનફ સાથે 2016 માં લગ્ન કર્યા હતા. હાલમાં પ્રીતિ યુરોપમાં સ્થાયી થઈ છે.

કબીર બેદી

કબીર બેદીએ 70 વર્ષની વયે વર્ષ 2016 માં પ્રવીણ દોસાંઝ સાથે લગ્ન કર્યા, જે તેનાથી 30 વર્ષ નાની છે. આ કબીરનું ત્રીજી અને પ્રવીણના પહેલા લગ્ન હતા. પ્રવીણ કબીરની પુત્રી પૂજા કરતા 5 વર્ષ નાની છે.

સૈફ અલી ખાન

અભિનેતા સૈફ અલી ખાને પણ પોતાના કરતા 10 વર્ષ નાની કરીના કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા. બીજા લગ્ન સમયે સૈફે 40 ની ઉંમર વટાવી દીધી હતી.

સંજય દત્ત

સંજયે 49 વર્ષની વયે વર્ષ 2008 માં અભિનેત્રી માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે માન્યતા 30 વર્ષની હતી. તમને જણાવી દઈએ કે માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે.

આમિર ખાન

પ્રથમ લગ્ન તોડ્યા પછી ફરી એકવાર જીવનને તક મોકો આપતા આમિર ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ દરમિયાન આમિર ખાન 40 વર્ષનો હતો.

મનીષા કોઈરાલા

2010 માં 40 વર્ષની વયે તેણે સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. જો કે, બે વર્ષ પછી તેના છૂટાછેડા થયા. જો કે આ માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા. આ સાથે મનીષાએ ફિલ્મ સંજુથી શાનદાર વાપસી કરી છે.

લિસા રે

અભિનેત્રી લિસા રેએ કેન્સર સાથેની લડાઇમાં જીત્યા બાદ 40 વર્ષની વયે તેના બોયફ્રેન્ડ જેસોન દેહની સાથે 2012 માં લગ્ન કર્યા હતા અને 2018 માં સરોગસી જુડવા પુત્રીઓની માતા બની છે.

નીના ગુપ્તા

અભિનેત્રી નીના ગુપ્તાએ રૂપેરી પડદે કમબેક કર્યુ તે અદભૂત શૈલી પ્રશંસનીય છે. એ જ રીતે, નીનાનું અંગત જીવન પણ ખૂબ જ હિંમતવાન રહ્યું છે. નીનાએ ક્રિકેટર વિવિયન રિચાર્ડની પુત્રી મસાબાને લગ્ન કર્યા વગર 30 વર્ષની ઉંમરે જન્મ આપ્યો. અને પછી વર્ષ 2008 માં 50 વર્ષની વયે તેણે વિવેક મેહરા સાથે લગ્ન કર્યાં હતા.

ઉર્મિલા માટોંડકર

અભિનેત્રી ઉર્મિલા માટોંડકરે તેના લગ્નના સમાચારથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. રંગીલા ગર્લએ મીડિયા અને લાઇમલાઇટથી આગળ પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા. ઉર્મિલાએ 42 વર્ષની વયે 2016 માં તેનાથી 10 વર્ષ નાના મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા.

ફરાહ ખાન

ફરાહ ખાને 40 વર્ષની વયે તેનાથી નાના શિરીષ કુંડર સાથે લગ્ન કરીને બીજો દાખલો બેસાડ્યો. આ પછી, જ્યારે ફરાહ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો ત્યારે પણ તે ખુબ ચર્ચામાં આવી હતી.

સુહાસિની મૂલે

સુહાસિનીએ 60 વર્ષની વયે 2011 માં લગ્ન કર્યા હતા. સુહાસિની રીઅલ લાઇફે ઘણા લોકોને પ્રેરણા આપી અને તેની આઇડલ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *