અમરેલીના આ પરિવારે પુત્રીના લગ્નમાં એવી ગિફ્ટ આપી કે તેનાથી આવનારા સમયમાં તેના સાસરીયાના ઘરનું લાઈટબીલ ઓછું આવશે..

અમરેલીના આ પરિવારે પુત્રીના લગ્નમાં એવી ગિફ્ટ આપી કે તેનાથી આવનારા સમયમાં તેના સાસરીયાના ઘરનું લાઈટબીલ ઓછું આવશે..

હાલમાં લગ્નનો મૌસમ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં એક અનોખો લગ્નસમારંભ યોજાઈ ગયો. અહીં લાડકી દીકરીને કન્યાવરમાં માતા-પિતા અને ભાઈએ કંઈક અલગ જ ભેંટ આપી હતી. સમાજને રાહ ચિંધનારી આ ભેંટને જોઈ લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો વાહ વાહ પોકારી ઉઠ્યા હતા જ્યારે કન્યા અને તેના સાસરીયા તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કન્યાના માતા-પિતાએ પર્યાવરણની રક્ષા સાથે દીકરીના સાસરીયાઓને બચત થાય તેવી ભેંટ આપી હતી.

પર્યાવરણ બચાવવા માટે સોલાર રૂફટોપનો વપરાશ કરવો એ સમયની માંગ છે. સોલાર રૂફટોપ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ વપરાશકર્તાના નાણા પણ બચાવી આપે છે. ત્યારે સુરતમાં એક લગ્નસમારંભમાં પાટીદાર સમાજની દીકરીને પિતાએ કરિયાવરમાં એક લાખ રૂપિયાની કિંમતનો રૂફટોપ પ્લાન્ટ આપીને એક અનોખો કરિયાવર કરી દીકરીને પ્રોત્સાહન આપ્યું છે.

દીકરી પ્રિયંકાના ભાઇ નિલેશ હિરાણીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને પિતા દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે દીકરી ને કરિયાવરમાં કંઇક ને કંઇક આપવામાં આવતું હોય છે. ત્યારે ગત 21 ના રોજ પુણા સીમાડા બીઆરટીએસ રોડ પરના એક પાટીપ્લોટમાં બહેન પ્રિયંકા નો લગ્નસમારંભ યોજાયો હતો. મારા પિતા કનુભાઇએ બહેન પ્રિયંકાને કરિયાવરમાં પ્રોત્સાહન આપવા સોલાર રૂકટોપ આપવાનું વિચાર્યુ હતું. ત્યારે લગ્નસમારંભમાં 3.3 કીલોવોટ જેની કિંમત એક લાખ રૂપિયા નો સોલાર રૂકટોપ પ્લાન્ટ કરિયાવરનાં ભાગરૂપે પરણેતરના મંડપમાં આપવામાં આવ્યો હતો.

તે આપવાનું કારણ એ હતું કે બહેનના ઘરમાં કાયમ ને માટે આ મોઘવારીમાં મફત વીજળી મળી રહે અને જેનાથી વાર્ષિક આવક 40 હજાર જેટલા રૂપિયાનો બચાવ થશે. આ ઉપરાંત પ્રદુષણ ને અટકાવવામાં પણ મદદરૂપ થશે.

ઉલ્લેખનિય છે કે સોલાર રૂકટોપ પ્લાન્ટ થકી મકાનના ધાબા પર ફિટિંગ કરીને જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને વધેલી વીજળી પાવર કંપનીને આપી શકાય છે. જેમાં ઇલેકટ્રિક બીલમાં સોલાર રૂફટોપ દ્વારા બનાવેલી વિજળીના યુનિટ અને વપરાયેલી વિજળીના ડીફરન્સ પ્રમાણે બિલ ભરવાનું થાય છે. બાકીની ઉત્પન્ન થયેલી વિજળી વીજકંપનીને આપવામાં આવે છે. જેનું વળતર મળે છે.

કનુભાઇએ એવું વિચારીને દીકરીને આ ભેટ આપી હતી કે દીકરીને પણ આ ભેટ કામમાં આવે અને તેના આવનારા સમયમાં ઘણું મદદરૂપ બને. આ ગિફ્ટ દીકરીને તો બરાબર પણ તેના પરિવારને પણ મદદરૂપ બનશે. આવી ગિફ્ટ સમાજમાં લોકોએ આપવી જોઈએ જેથી આવનારા સમયમાં લોકોને ઘણી મદદ મળી રહે અને તેનાથી ઘણા રૂપિયા પણ બચાવી શકાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *