બોલીવુડના અજય દેવગન જીવે છે ખુબ જ લક્ઝરી લાઈફ, આટલા કરોડોનું છે પ્રાઇવેટ જેટ અને આલીશાન બંગલો, રાખે છે આ 5 મોંઘી વસ્તુનો શોખ

બોલીવુડના અજય દેવગન જીવે છે ખુબ જ લક્ઝરી લાઈફ, આટલા કરોડોનું છે પ્રાઇવેટ જેટ અને આલીશાન બંગલો, રાખે છે આ 5 મોંઘી વસ્તુનો શોખ

અજય દેવગન નું આજે બોલિવૂડમાં ખુબ જ મોટું નામ છે. તેને પોતાની કારકિર્દીની શરૂઆત 1991 માં ફિલ્મ ફૂલ ઓર કાંટે થી કરી હતી. ત્યાર બાદ પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક ચઢિયાતી અને હીટ ફિલ્મો આપી છે. તેને 100 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.આ સાથે બોલિવૂડના સિંઘમ કરોડોની સંપત્તિના માલિક છે. અજય દેવગન પાસે કિંમતી ગાડીઓથી લઈને પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે. અજય દેવગન 298 કરોડની સંપત્તિના માલિક છે. આજે અમે તમને અજયની શાન અને શોહરત પરિચય કરાવીએ છીએ.

અજય દેવગન તેની પત્ની કાજોલ અને બાળકો સાથે જુહુના શિવશક્તિ આલીશાન બંગલામાં રહે છે. આ સિવાય લંડનમાં અજયનો લક્ઝરી બંગલો છે. જેની કિંમત 54 કરોડ રૂપિયાનો અહેવાલ મળ્યો છે. લંડનના પોશ એરિયા પાર્ક લેનમાં પણ અજય દેવગનનો એક બંગલો છે. અજય દેવગણ અવારનવાર પરિવાર સાથે રજાઓ માટે અહીં જતા હોય છે.

અજય દેવગન અને કાજોલના બંગલા ‘શિવશક્તિ’ માં વુડ વર્કનું કામ કરવામાં આવ્યું છે. તેમજ ઘરની દિવાલો પર સફેદ રંગ કરવામાં આવ્યો છે. વળી ઘરની દિવાલો સુંદર પેઇન્ટિંગથી સજ્જ છે.

કાજોલે તેના ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદર રીતે શણગાર્યા છે. તેમના મકાનમાં બધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં સ્વિમિંગ પૂલ, જિમ, મિની થિયેટર, લાઇબ્રેરી, સ્પોર્ટસ રૂમ અને વિશાળ બગીચો પણ છે.

અજય દેવગણ પાસે પોતાનું એક આલીશાન ફાર્મહાઉસ પણ છે. જે 28 એકર જમીનમાં ફેલાયેલું છે. આ ફોર્મ હાઉસની કિંમત 25 કરોડ છે. તે મુંબઇના કરજત શહેરમાં છે. હાલમાં અહીં શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

90 ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અજય દેવગન આજે તેની પ્રત્યેક ફિલ્મો માટે ભારે રકમ લે છે અને કારના શોખીન છે. અજય દેવગન બોલિવૂડનો પહેલો સુપરસ્ટાર છે. જેની પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટે કાર છે. અજયે આ કાર 2008 માં ખરીદી હતી. આ ખુબ જ સુંદર કારની કિંમત લગભગ 1.5 કરોડ છે. આ કારમાં 4.7 લિટર વી 8 પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. જે 431 બીએચપી અને 490 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર સિવાય અજય પાસે રેંજ રોવર વોગ, મર્સિડીઝ એસ ક્લાસ, બીએમડબ્લ્યુ ઝેડ 4 અને જીએલ ક્લાસ, ઓડી ક્યૂ 7 અને ઓડી એ 5 સ્પોર્ટબેક છે. અજય પાસે 10 જેટલા કિંમતી વાહનો છે.

આ કાર સિવાય અજય દેવગન પાસે ભારતમાં સૌથી મોંઘી એસયુવી રોલ્સ રોયસ કુલિનાન છે. જે તેને 2019 માં ખરીદી છે. આ કારની કિંમત અંદાજિત 6.95 કરોડ રૂપિયા છે.

આ કારના પરફોર્મન્સ વિશે વાત કરીયે તો આ કાર માં 6.8 લિટર વી 12 પેટ્રોલ એન્જિનથી મહત્તમ 560 બીએચપી અને 850 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 360 ડિગ્રીનો કેમેરો પણ છે. આ કાર 5 સેકન્ડ ના સમયમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ કારમાં ઓલ વ્હીલ સ્ટીઅરિંગ સિસ્ટમ અને એર સસ્પેન્શન છે.

આ ઉપરાંત, અજય દેવગન પાસે એક પ્રાઇવેટ જેટ પણ છે. આ વિમાન છ-સીટર હોકર 800 છે. અજય દેવગને 2010 માં આ જેટ ખરીદ્યું હતું. તેનો ઉપયોગ પ્રમોશન, શૂટિંગ અને વ્યક્તિગત કામ માટે કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, તેમના વિમાનની કિંમત 84 કરોડ રૂપિયા છે. અજય દેવગન સિવાય શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પણ પ્રાઇવેટ જેટ ધરાવે છે.

અજય દેવગન વેનિટી વાનનો માલિક છે. જેને 5 સ્ટાર હોટલથી ઓછી ન કહી શકાય. અજયની વેનિટી વાનમાં એક લૈવેટરી, એક રૂમ, ઓફિસ, રસોડું, એક મોટી સ્ક્રીન ટીવી અને એક જીમ છે.

હાલમાં અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ’ નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં અજય દેવગણ ભૂમિની સુરક્ષા માટે જવાબદાર એવા એરફોર્સ સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકા નિભાવી રહ્યા છે.

અજય દેવગણનું પોતાનું પ્રોડક્શન હાઉસ અજય દેવગન ફિલ્મ્સ છે. તેમની કંપનીની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’ બનાવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *