સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ મહિલા ઉમેદવાર લીલા બેનનું થયું મોત…જાણો તેઓ જીત્યા કે હાર્યા
અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે હાર જીતનો સીલસીલો ચાલી રહ્યો છે. તેમાં વહેલી સવારથી જ મતગણતરીની પ્રકિયા ચાલી રહી હતી. જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજય તરફ દરેક જગ્યાએ આગળ વધી રહ્યુ છે. જયારે, પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થઈ છે. માહિતી મુજબ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાણંદમાં 24 બેઠકોમાંથી 14 પર ભાજપનો વિજય થયો છે, જયારે 9 બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી.
આ તમામ પરિણામમાં માત્ર 1 બેઠક એવી હતી, જેમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો. તે અન્ય કોઈ નહીં પરંતુ લીલા બહેન ઠાકરે જીતી હતી. લોકોએ તેમના પર ભરોસો રાખીને મત તો આપ્યો.પરંતુ તેઓ જિંદગીની લડાઈ માં હારી ગયા હતા. પરિણામ આવે તે પહેલા જ લીલા બહેનનું સોમવારના રોજ દુઃખદ અવસાન થયું હતું.

સાણંદ તાલુકા પંચાયતના પરિણામ આવે તે પહેલા જ દુઃખદ સમાચાર મળ્યા હતા. સાણંદ તાલુકા પંચાયતના પીપળના ઉમેદવારનું નિધન થયું હતું. માહિતી મુજબ, ફેફસાની બિમારીથી લીલાબેન ઠાકોરનું મોત થયું હતું. લીલાબેનને મતદારોએ તો જીતાડ્યા પરંતુ ભગવાને હરાવ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
લીલા બહેન સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી લડી રહ્યા હતા. મંગળવારના રોજ સ્થાનિક સ્વરાજની પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામો સરકારે જાહેર કરાયા હતા, ત્યારે લીલા બહેનને સ્થાનિકોએ મત આપીને વિજેતા બનાવ્યા હતા. પરંતુ આ પરિણામમાં તેઓ સહભાગી બની શક્યા ન હતા.