વ્યક્તિની છાતીમાંથી બે 35 ફૂટના સળિયા થઈ ગયા આરપાર, વ્યક્તિની હિંમત જોઈને ડોક્ટરો પણ થઈ ગયા ચકિત, પછી થયો આવો ચમત્કાર

લોકો સાચું જ કહે છે કે ડોક્ટરો પૃથ્વીના ભગવાન છે કારણ કે તે માણસને મૃત્યુના મુખમાંથી પણ બચાવે છે. હરિયાણાના રોહતકના ડોક્ટરોની ટીમે કંઈક આવું જ કામ કર્યું છે. જ્યાં એક યુવકનો જીવ બચાવવો કોઈ ચમત્કારથી ઓછો નથી. વ્યક્તિની છાતીમાંથી લોખંડના બે સળીયા આરપાર થઈ ગયા હતા. ડોક્ટરોએ અનોખી સર્જરી કરીને તેમનો જીવ બચાવ્યો. વાસ્તવમાં આ હૃદયદ્રાવક ઘટના શુક્રવારે સાંજે કરણ નામના યુવક સાથે બની હતી. તે સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરેથી બાઇક પર કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં જઇ રહ્યો હતો.
તેની આગળ સળિયાથી ભરેલી ટ્રોલી ચાલી રહી હતી.પરંતુ અચાનક ટ્રોલીએ બ્રેક લગાવી અને બાઇકે ટ્રોલીને ટક્કર મારી. જેના લીધે તેની છાતીમાંથી બે સળિયા આરપાર થઇ ગયા હતા. લગભગ 35 ફૂટના બે સળિયા તેની છાતીને ફાડીને આરપાર થયા હતા. જેણે પણ આ ભયાનક દ્રશ્ય જોયું તેના રૂંવાડા ઉભા થઈ ગયા, પરંતુ યુવક એટલો હિંમતવાળો હતો કે તેના ચહેરા પર ડર પણ નહોતો.
થોડીવાર બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને તેના પરિવારજનોને જાણ કરતાં તેઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તે જ સમયે ગામના કેટલાક લોકોએ યુવકને ઘૂસેલા સળિયાના ભાગ કાપી નાખ્યા હતા. જે બાદ યુવકને રોહતકની પીજીઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. લગભગ 6 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં કાર્ડિયો સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ પોતાના પ્રયાસોથી આ અનોખી સર્જરી કરી છે.
સર્જરી બાદ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. હવે દર્દીની હાલત ખતરાની બહાર છે. દીકરાના સફળ ઓપરેશન બાદ પિતા કરમબીર ડોક્ટરોને જોઈને ભાવુક થઈ ગયા અને કહ્યું કે આજે તમારા ચમત્કારથી મારો દીકરો બચી ગયો છે. તમારો ખુબ ખુબ આભાર, કારણ કે અમે કરણની હાલત જોઈને ડરી ગયા હતા. ગામના લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા.
તે જ સમયે પીજીઆઈના ડોક્ટરોએ કહ્યું કે જો કોઈની સાથે આવી ઘટના બને છે તો તેને તરત જ ડોક્ટર પાસે લાવો. આરપાર થયેલી રોડ અથવા સળિયાને પોતાના હિસાબથી ન કાપો. અન્યથા જીવનું જોખમ વધી શકે છે. દર્દીને સમયસર લાવવામાં આવ્યો તે સારું છે. જેનાથી તેનો જીવ બચી ગયો.