જામનગરમાં સાડા પાંચ મહીને જન્મેલી 575 ગ્રામની બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ ICUમાં રહી મોતને મ્હાત આપી..

જામનગરમાં સાડા પાંચ મહીને જન્મેલી 575 ગ્રામની બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ ICUમાં રહી મોતને મ્હાત આપી..

જામનગરમાં આયુષ નવજાત શિશુકેર સેન્ટર ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ પામેલી એક નવજાત બાળકીનું વજન માત્ર 575 ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા દિવસો સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે.

આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે. અધૂરા માસે જન્મતા બાળકોમાં જોવા મળતી તમામ પરેશાનીઓ આ બાળકીમાં જોવા મળેલી હતી. પરંતુ આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકારને જીલી અને બાળકીને નવજીવન આપ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની આ સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.

માહિતી અનુસાર, બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ફુલવી, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વિગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ વસ્તુઓ હતી. પરંતુ અત્યંત આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા મેળવી છે.

આ સાથે બાળકીના માતા પિતાની ધીરજ અને તેનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખુબ જ સરાહનીય હતો. આવા કોરોનાના કપરા સમયમાં દર્દીઓ પાંચ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે. ત્યાં આ નાનકડું બાળક 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને માત આપી છે.

બાળકીના માતા-પિતાએ કહ્યું હતુ કે, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર આપણા જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. આપણા સમાજમાં અધૂરા માસે જન્મતા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. આ તેણે સાબિત કરી બતાવ્યું છે.

રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ફેસિલિટી મળે છે. તે ફેસીલીટી હવે આપણા જામનગર શહેરમાં મે જાતે જોઈ અને અનુભવી છે. અધુરા માસે જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી હું સમાજના નાગરિક તરીકે હિમાયત કરું છું.

ડોક્ટરોએ જણાવ્યું છે કે ચાર ચાર મહિનાઓ સુધી પણ અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા પ્રાપ્ત થઈ. અભિમન્યુનું સૂત્ર અમે યાદ રાખ્યુ હતું, ‘હિંમતથી હારજો પણ હિંમત ન હારજો’ અનેક ઉતરાવ ચડાવ બાદ અને ડોક્ટરોની 24 કલાકની હાજરી આ બધુ જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને અમે સફળતા મેળવી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *