મલાઈકા અરોડા થી લઈને આયશા ટાકિયા સુધી, આ અભિનેત્રીઓ ફિલ્મોમાં રહી ફ્લોપ છતાં પણ જીવે છે લકઝરી લાઈફ..

મલાઈકા અરોડા થી લઈને આયશા ટાકિયા સુધી, આ અભિનેત્રીઓ ફિલ્મોમાં રહી ફ્લોપ છતાં પણ જીવે છે લકઝરી લાઈફ..

બોલિવૂડમાં સફળ સ્થાન હાંસલ કરવું એ દરેકની વાત નથી. સખત મહેનત પછી પણ ઘણા એવા સ્ટાર્સ છે. જેમની કારકિર્દી થોડીક ફિલ્મોમાં માજ ઓછી થઈ ગઈ છે. આજે અમે તમને એ જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ કદાચ ફિલ્મોમાં ફ્લોપ થઈ ગઈ હોય પરંતુ રોયલ લાઈફનો આનંદ માણી રહી છે.

વર્ષ 1994 માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ બનનારી સુષ્મિતા સેને તેની કારકિર્દીમાં કંઇ ખાસ બતાવ્યું ન હતું. ભલે તેને ફિલ્મોમાં મેનલીડ તરીકે વધારે કામ મળ્યું નથી, પરંતુ તેના નાના દેખાવ માટે તે લગભગ 3 કરોડની મોટી ફી લે છે. આ સિવાય તે દુબઈમાં જ્વેલરી બ્રાન્ડ પણ ચલાવે છે. અને ઘણી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરે છે.

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ ખૂબ જ ઝડપથી મોટા પડદેથી અંતર કાપ્યું હતું. તે હાલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી રહી છે. અને એલ્ડો, ઓડી, આઈજસ વગેરે જેવા ઘણા બ્રાંડ્સ સાથે પણ સંકળાયેલ છે.

ફિલ્મોમાં બોલ્ડ અવતાર અપનાવ્યા પછી પણ અભિનેત્રી સેલિના જેટલીની કરિયર ટોચ પર પહોંચી શકી ન હતી. તેણે જાનશીન, અપના સપના મની મની, ખેલ જેવી ઘણી ફિલ્મ્સ કરી હતી પરંતુ લોકોના દિલમાં સ્થાન બનાવી શકી નહિ.

આ પછી સેલિનાએ ઓસ્ટ્રિયન વ્યક્તિ પીટર હેગ સાથે લગ્ન કર્યા. આ દિવસોમાં તે દુબઈમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2014 માં તેણે એક વીડિયો “ધ વેલકમ” ને પોતાનો અવાજ આપ્યો હતો. અને આ માટે તેને મોટા પૈસા મળ્યા હતા.

બલાની સુંદરતા પછી પણ આયેશા પોતાને ફિલ્મોમાં સ્થાપિત કરી શકી નહીં. અને તેણે ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા. ફરહાન રાજકારણી અબુ આઝમીનો પુત્ર છે. અને ઘણી હોટલોની પણ માલિકી છે.

બોલિવૂડની ફીટ એક્ટ્રેસ અને પ્રખ્યાત ડાન્સર મલાઇકા પણ ફિલ્મોમાં કંઇક ખાસ બતાવી શકી ન હતી. હાલમાં તે રિયાલિટી શોની જજ છે. અને તેનો સાઇડ બિઝનેસ પણ છે. આ સાથે મલાઇકાની ઇ-કોમર્સ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ‘ધ લેબલ લાઇફ’ માં હિસ્સો છે.

તુમસે અચ્છા કૌન ફિલ્મ, મોહબ્બતેન, નહલે પે દહલા જેવી ઘણી સુપર હિટ ફિલ્મો પછી પણ કિમની કારકિર્દી બોલિવૂડમાં વધારે કમાણી કરી શકી નહીં. તેની ડૂબતી કારકીર્દિ જોઈને તેણે ઉદ્યોગપતિ અલી પંજાની સાથે લગ્ન કર્યા. હાલમાં તે કેન્યાની પંજાની હોટલોની માલકીન છે અને એક સુંદર જીવન માણી રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *