પ્લાસ્ટિક સર્જરીના કારણે બગડ્યો અભિનેત્રી કેટરિના કૈફનો ચહેરો, ચહેરો જોઈ લોકોએ કરી આવી કોમેન્ટો..

બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે ઘણું બધું કરતી હોય છે. એક અભિનેત્રી માટે સ્ક્રીન પર સુંદર દેખાવું જ બધું છે. આવી સ્થિતિમાં, આ અભિનેત્રી તેના શરીર પર ઘણી વખત સર્જરી કરાવવાથી અટકતી નથી. ઇન્ડસ્ટ્રીની હિરોઇનો વર્ષોથી યુવાન દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લે છે.
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે અને કરોડો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. હાલમાં જ આ યાદીમાં વધુ એક નામ સામેલ થયું છે અને તે છે અભિનેત્રી કેટરીના કૈફ.
અભિનેત્રી કેટરીના કૈફે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેના કવર પર તેનો ચહેરો બદલાયેલો જોવા મળી રહ્યો છે. પ્રશંસકોએ આ બદલાવની નોટીસ કરી છે અને તેઓ ઉગ્ર રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે. પ્લાસ્ટિક સર્જરી માટે કેટરિના કૈફને ટ્રોલ કરનારા લોકોએ તેને બોટોક્સ ક્વીનનું નામ પણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, ‘કેટરિના ત્યારે લગ્ન કરશે જ્યારે તેને ખાતરી થશે કે તે હવે તેના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી નહીં થઈ શકે.
ત્યાં સુધી તે માત્ર કથિત ગર્લફ્રેન્ડ જ રહેશે.’ જ્યારે અન્ય યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘દોસ્ત એવું તે શું થયું.. તેને પણ બોટોક્સ કરાવી લીધું.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અભિનેત્રી 38 વર્ષની છે અને તેણે ક્યારેય બોટોક્સ વિશે કંઈ પણ કન્ફર્મ કર્યું નથી. તે જ સમયે, કેટલાક યુઝર્સે કેટરીનાની સુંદરતાના વખાણ પણ કર્યા છે. કેટરીના કૈફ પણ આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે કેટરીના કૈફ ટૂંક સમયમાં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરી શકે છે.
બંનેએ લગ્ન કરવા માટે રાજસ્થાન પસંદ કર્યું છે. હજુ સુધી બંને તરફથી લગ્નના સમાચાર પર સત્તાવાર રીતે મહોર મારવામાં આવી નથી. પરંતુ જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ બંને એક રોયલ પેલેસમાં સાત ફેરા લેશે.
Katrina Kaif will get married after making sure that there is no space left for a further botox treatment
Till then she ll remain rumoured Gf as per her PR in columns
What a Low life
— 🇦🇪 (@icApricieux) October 19, 2021
અભિનેત્રી કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘સૂર્યવંશી’, ‘ફોન ભૂત’ અને ‘જી લે ઝરા’ ફિલ્મોમાં જોવા મળવાની છે. તે આગામી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં અક્ષય અને કેટરીના સોની ટીવીના કોમેડી શોના શૂટિંગ માટે ગયા હતા.
View this post on Instagram
સેટ પરથી સામે આવેલી તસવીરો ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં અક્ષય અને કેટરીના રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, અજય દેવગન લીડ રોલમાં છે. આ ફિલ્મ 5200થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે.
વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ‘સરદાર ઉધમ’ રીલિઝ થઈ હતી. હવે વિકી કૌશલ ટૂંક સમયમાં મહાભારતના યોદ્ધા અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પર આધારિત ફિલ્મ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી સારા અલી ખાન પણ જોવા મળશે. આ સિવાય તે સેમ બહાદુર, શ્રી લેલેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.