અમદાવાદનું આ સ્વયંભૂ મેલડી માતાનું મંદિર કે જે તેના પરચાઓ આખા ગુજરાતમાં છે પ્રખ્યાત, અહીં મંગળવારે માં મેલડી સાક્ષાત પુરે છે હાજરી

આપણા ગુજરાતમાં ગણા માતાજીના ચમત્કારિક મંદિર આવેલા છે. આજે અમે તમને મેલડી માતાના એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જણાવીશું કે જેના પરચા છે અગણિત. આજે પણ માં મેલડી આ મંદિરમાં પોતાના અનેક પરચાઓ આપે છે. મેલડી માતાનું આ મંદિર અમદાવાદના બેહેરામપુરા વિસ્તારમાં આવેલું છે. આજથી 200 વર્ષ પહેલા આ જગ્યાએ મેલડી માતા સ્વંયમ બિરાજમાન થયા હતા.
આજે પણ મંદિરમાં મેલડી માતાના નામનો અખંડ દીવો પ્રાગટ્ય છે, જે આજ સુધી ક્યારેય પણ બુજાયો નથી. આ મંદિરમાં દરેક ધર્મના લોકો મેલડી માતાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. ભકતો અહીં આવીને પોતાની માનતાઓ માને છે. માનતા પુરી થતા ભક્ત અહીં મંગળવાર ભરવા માટે આવે છે.
ભકતો કોઈ પણ શુભ કામ કરતા પહેલા માં મેલડીના દર્શન કરવા માટે આવે છે. માં મેલડી દરેક ભક્તના રખોપા કરે છે અને તેમના બધા જ કામો સફળ બનાવે છે. આ મંદિરમાં મેલડી માતા હાજર હજુર છે. જે ભકતો પણ મંદિરમાં આવીને માતાજીની પૂજા અર્ચના કરે છે. તેમના દરેક કર્યો માં મેલડી સફળ બનાવે છે. ભકતો દૂર દૂરથી માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા માટે આવે છે.
આખા ગુજરાતમાં આ મેલડી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભકતો દ્બારા આ મંદિરમ પોતાની મનોકામના પૂર્ણ થવા પર પ્રસાદીનો ભોગ ચડાવવામાં આવે છે. જો તમે પણ અમદાવાદ આવો તો મેલડી માતાના આ મંદિરમાં જરૂરથી દર્શન કરવા માટે જાઓ.