7 વર્ષ ની બાળકીએ સર્જરી માટે લીંબુ પાણી વેચી ને પૈસા જમા કર્યા…માં ઉપર બોજ બનવા નથી માંગતી

કહેવાય છે કે, હાલત માણસને સમયની સાથે સાથે મેચ્યોર બનાવી દે છે. હવે, આ 7 વર્ષની નાની છોકરીનું જ ઉદાહરણ લઈ લો. આ છોકરીને મગજ માં પ્રોબલમ છે. જેના માટે સર્જરીની ખુબ જ આવશ્યકતા છે. એવા માં આ છોકરી જાતે જ સર્જરી કરવા માટે પૈસા ભેગા કરે છે. પૈસા ભેગા કરવા માટે આ છોકરી લીંબુ પાણી વેચી રહી છે. લીંબુ પાણી તેની માતા ની બેકરી માં જ વેચતી હતી.
અમેરિકાના અલાબામામાં રહેતી 7 વર્ષની લીજા સ્કોટ પોતાના ઈલાજ માટે પૈસા ભેગા કરતી હતી. તેણે તેની માતા એલિઝાબેથની બેકરીમાં એક લિંબુનું પાણી નો સ્ટોર લગાવ્યો હતો. રોજ લોકો તેના સ્ટોર પરથી લીંબુ પાણી પીતા હતા અને તે પોતાના પૈસા એકઠા કરવાના લક્ષ્યની નજીક જઇ રહી છે.
આ 7 વર્ષની નાની છોકરી કામ એટલા માટે કરી રહી છે કે, તેની માતા પર સારવારનો બોજ ન પડે. લિસાને ત્રણ જગ્યાએ મગજમાં પ્રોબ્લેમ છે. આ સેલેબ્રલ મૈલફોર્મેશન નામ ની બીમારી છે. આ રોગને લીધે બાળકીના મગજના ડાબી બાજુ બંધ થઈ જય છે. તેને લીધે ઘણી બધી પ્રોબલમ થાય છે.
એક મહિના પહેલા લીજા આ બીમારીના કારણે બેહોશ થઈ ગઈ હતી. આ સમયે તેની માંસ્પેશિયો વધારે ખેચાતી હતી. .તમને જાણકારી માટે કહી દઈએ કે, સેલેબ્રલ મૈલફોર્મેશન બીમારી માં એક જ ટાઈપ ની મૈલફોર્મેશન હોય છે. પણ લીજા ના મગજ માં 3 જગ્યા પર છે. તેના લીધે તેને ખુબ જ પ્રોબલમ થઈ રહ્યો છે.
બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં લિસાએ તેની પહેલી શસ્ત્રક્રિયા કરાવી. લિસા ખૂબ જ બહાદુર અને હિંમતવાળી છે. જ્યારે પણ તેના મગજમાંપ્રોબ્લેમ થાય છે અને ઊંઘ નથી આવતી ત્યારે તે ભગવાનની પ્રાર્થના કરે છે. તેને બીમારી થી લડવાની તાકાત મળે છે. લીજા ની માતા દ્વારા છોકરી નું ઇશ્યોરેસ કવર વધારી દીધું હતું. પણ ટ્રાવેલ ,હોટલ નો ખર્ચ ,દવાઓ નો ખર્ચો વધારે વધે છે.
આશા છે કે લીજા જલ્દી જ પોતાની સર્જરી ના પૈસા ભેગા કરી લેશે અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આ 7 વર્ષ ની નાની બાળકી આપણા માટે પ્રેરણા રૂપ બની છે. આજકાલ તો મોટા મોટા લોકો પણ પૈસા માટે માતા-પિતા પર નિર્ભર બને છે. પણ આ સાત વર્ષ ની નાની બાળકી માતા પર બોજ ના બની ને પોતાની કમાણી થી આ સરર્જી કરવી તે તેણે સાબિત કરી દીધું છે.