લગ્ન મંડપમાં લાગી ગઈ ભીષણ આગ, છતાં મહેમાનો ભોજનની મજા માણતા રહ્યા, વીડિયો થયો વાયરલ

લગ્ન મંડપમાં લાગી ગઈ ભીષણ આગ, છતાં મહેમાનો ભોજનની મજા માણતા રહ્યા, વીડિયો થયો વાયરલ

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ઠેર ઠેર ઢગલાબંધ લગ્નો યોજાઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે લગ્નનો આનંદ જામ્યો નહોતો, પરંતુ હવે લગ્નોની જાહોજલાલી જોવા મળી રહી છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જે લોકોને પણ હેરાન કરી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે લગ્ન મંડપમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી છે, તે છતાં પણ લગ્નમાં આવેલા મહેમાનો તો જમવાનો આનંદ માણી રહ્યા છે. આ વીડીયો છે મહારાષ્ટ્રના થાણેનો. જ્યાંના ભીવંડીમાં જ્યાં રવિવારે મોડી રાત્રે અન્સારી મેરેજ હોલમાં આગ લાગી ગઈ હતી.

આગ એટલી ભયંકર હતી કે થોડી વારમાં જ આખો મેરેજ હોલ બળીને ખાખ થઇ ગયો. જે સમયે મેરેજ હોલમાં આગ લાગી ત્યારે ત્યાં એક લગ્ન ચાલી રહ્યા હતા. મોટા પ્રમાણમાં લોકો આ લગ્નની અંદર હાજર હતા. ત્યારે બન્યું એવું કે લગ્નમાં આવેલા કેટલાક લોકોને ખબર હતી કે મેરેજ હોલમાં આગ લાગી ગઈ છે, પરંતુ તેમ છતાં પણ લોકો ખુશી ખુશી પોતાના જમવાનો આનંદ લઇ રહ્યા હતા.

હાજર લોકોએ મેરેજ હોલમાં લાગેલી આગની ચિંતા ના કરી, પરંતુ પહેલા પોતાના પેટની આગ ઠારવી. વીડિયોની અંદર પણ જોઈ શકાય છે કે લોકોનું ધ્યાન ફક્ત જમવામાં જ હતું. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લગ્નમાં જમી રહેલા લોકોનું યુઝર્સ મજાક પણ ઉડાવી રહ્યા છે. ઘણા લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખો મંડપ બળીને રાખ થઈ ગયો હતો. જોકે, સારી વાત એ રહી કે વર-કન્યાને મંડપમાંથી બચાવી લેવાયા હતા. થાણે પોલીસના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડના અડધો ડઝન વાહનોએ મળીને લગભગ ત્રણ કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો લગ્નમંડપમાં લાગેલી આગની લપેટમાં આવી ગયા હતા અને તેમાં પણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ સૌથી પહેલા રસોઈ એરિયામાં લાગી હતી, જે બાદમાં પાર્કિંગ એરિયા સુધી પહોંચી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *