આજના સમયનો શ્રવણ, પિતા બીમાર થતા આજે દીકરો દિવસ રાત મહેનત કરી પિતાની સારવારથી લઈને પરિવારનો બધો જ ખર્ચ આ દીકરો એકલા હાથે ઉપાડી રહ્યો છે

જયારે પરિવારમાં તકલીફ અને દુઃખ આવે ત્યારે બાળકો પણ માતા-પિતાની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. આજે અમે તમને એક એવા જ દીકરા વિશે જણાવીશું કે જે આજે નાની ઉંમરમાં માતા પિતાનો સહારો બન્યો છે. આ દીકરાનું નામ બંટી છે અને તે દિલ્હીમાં પોતાના પરિવાર સાથે રહે છે. બંટી ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
બંટીના પિતા ચાઈનીઝ ફૂડની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેની માતા લોકોના ઘરે ઘરકામ કરતી હતી. પિતાની અચાનક તબિયત બગડી જતા. આખા પરિવારની જવાબદારી બંટીની માતા પર આવી ગઈ હતી, બંટીના પિતાની દવાઓનો ખર્ચ , ઘર ચલાવવાનો ખર્ચ અને બંટીના ભણવાનો ખર્ચ તેની માતાની કમાણી પર ચાલી શકે તેમ નહતું.
તેથી બંટીએ નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાનો સહારો બનશે. બંટીએ પોતાના પિતાની ચાઈનીઝની લારી ફરી ચાલુ કરવાની નક્કી કર્યું અને આજે બંટી ચાઈનીઝ ફૂડની લારી ચલાવે છે. અને પોતાની માતાને ઘર ચલાવવામાં મદદ કરે છે. આજે મોટા ભગાનું ઘર બંટીની કમાણી પર ચાલે છે.
બંટીની આટલી મહેનત જોઈને એક વ્યક્તિનું દિલ પીગળી ગયું. માટે તે તરત જ બંટી પાસે ગયો અને તેની બધી કહાની જાણી. તો તેને બંટીને કહ્યું કે મારી માટે મંચુરિયન બનાવ. યુવકના 60 રૂપિયા થયા હતા. પણ યુવકે બંટીની મહેનત જોઈને તેને ભેટમાં 5000 રૂપિયા આપ્યા. વ્યક્તિએ કહ્યું કે આજકાલ આવા દીકરા બહુ ઓછા જોવા મળે છે.